Diabetes Control Tips: ડાયાબિટીસ  ખૂબ જ ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં ખાવા-પીવામાં ખાસ કાળજી રાખવી પડે છે. કારણ કે તેમાં સહેજ પણ બેદરકારી રાખવામાં આવે તો સ્વાસ્થ્યને બગડી શકે છે. આ સમસ્યામાં શરીરમાં ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી. જેના કારણે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. ઘણા લોકો કંઈપણ ખાય તો તુરંત તેમનું બ્લડ સુગર અચાનક વધી જાય છે. આમ થવા ન દેવું હોય તો ભોજનની અડધી કલાક પહેલા એક કામ કરી લેવું જોઈએ.
 
જમવાના અડધા કલાક પહેલા કરો આ કામ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


જામફળના પાન છે ગુણોનો ખજાનો, ખાવાથી શરીર રહે છે નિરોગી, જાણો ઉપયોગ કરવાની સાચી રીત


Fruits: ફળ ખાવા માટે કયો સમય બેસ્ટ ? જાણો ક્યારે ફળ ખાવાથી થાય છે સૌથી વધુ ફાયદો


પિતા બનવાનું પ્લાનિંગ કરતાં પુરુષો આ 3 વસ્તુઓથી રહે દુર, ખાવાથી ઘટે છે Sperm Count
 
જો ભોજનના અડધા કલાક પહેલા બદામનું સેવન કરવામાં આવે તો લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આમ કરવાથી ગ્લુકોઝ લેવલ પણ નીચે આવી શકે છે. જેનાથી ડાયાબિટીસના દર્દીઓની સમસ્યામાં રાહત મળશે. તેના માટે લગભગ 20 ગ્રામ બદામ ખાવી જોઈએ.


શા માટે ખાવી બદામ


લોકો વધુ ખાંડ, ફેટ અને ઉચ્ચ કાર્બોહાઇડ્રેટવાળા ખોરાક ખાવાનું પસંદ કરે છે જેના કારણે બ્લડ સુગરનું સ્તર વધે છે. આવી સ્થિતિમાં બદામ તેમના માટે મુશ્કેલી નિવારક સાબિત થઈ શકે છે. તેમાં ભરપુર પ્રમાણમાં ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીન હોય છે. મોટાભાગના ડાયેટિશિયન ડાયાબિટીસના દર્દીઓ માટે ભોજન પહેલાંના સંપૂર્ણ આહાર તરીકે ભલામણ કરે છે.


ભારતમાં મોટાભાગના લોકો ખાલી પેટે તેમની બ્લડ શુગર ટેસ્ટ કરાવે છે. અને ખાધા પછી તેમના બ્લડ ગ્લુકોઝના લેવલ પર ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં જો તમે ભોજનના અડધા કલાક પહેલા બદામ ખાશો તો આફટર મીલ શુગર ટેસ્ટ નોર્મલ આવશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)