નવી દિલ્હી: સ્માર્ટફોન (Smart Phone) દરેકના જીવનનો (Lifestyle) મહત્વનો ભાગ બની ગયો છે. આજના યુગમાં સ્માર્ટફોનથી થોડી વાર દૂર રહેવા પર લોકો બેચેન થઈ જાય છે. ઘણા લોકો મોડી રાત સુધી ફોન (Phone) પર સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહે છે અથવા વીડિયો (Videos) જોતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડી રાત સુધી ફોન અથવા લેપટોપ યુઝ કરવું નુકસાનકારક
જો તમે પણ મોડી રાત સુધી ફોન (Phone) અથવા લેપટોપનો (Laptop) ઉપયોગ કરો છો તો હવે આ આદત છોડવાનો (Smartphone Addiction) સમય આવી ગયો છે. મોડી રાત સુધી ફોન (Phone) અને લેપટોપ (Laptop) યુઝ કરવાની આદત પુરૂષોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. આ વાતનો ખુલાસો એક અભ્યાસમાં (Study) થયો છે.


અમેરિકાની વર્ચ્યુઅલ સ્લીપ મેગેઝીનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ફોન (Phone) અને લેપટોપમાંથી (Laptop) નીકળતી બ્લૂ લાઈટ (Blue Light) પુરૂષોના સ્પર્મ (Sperm) ક્વોલિટી પર ખરાબ અસર પાડે છે. તેના કારણે સ્પર્મ ક્વોલિટી (Sperm Quality) ખરાબ થઈ જાય છે. તેનાથી પ્રજનન ક્ષમતા (Male Infertility) પર ખરાબ અસર પડે છે.


આ પણ વાંચો:- Sex Power વધારવા માંગો છો, તો કરો આ વસ્તુનું સેવન


આ સ્ટડીમાં સંશોધનકર્તાઓએ 119 પુરૂષોના સ્પર્મના નમૂના લીધા હતા. આ તમામ પુરૂષોની ઉંમર 21 થી 59 વર્ષ વચ્ચે હતી. આ તમામ લોકો ફર્ટિલિટી ઈવેલ્યુએશનમાંથી (Fertility Evaluation) પસાર થઈ રહ્યા હતા.


પ્રજનન ક્ષમતા પર પડે છે ખરાબ અસર
આ તમામ લોકોને તેમની આદતો અને દૈનિક દિનચર્યા (Lifestyle) વિશે ઘણા સવાલ કરવામાં આવ્યા, ત્યારબાદ સંશોધનકર્તાઓએ જોયું કે, સાંજે અને રાતે ફોન (Phone) અને લેપટોપમાંથી (Laptop) નીકળતી બ્લૂ લાઈટ (Blue Light) અને ખરાબ સ્પર્મ (Sperm) ક્વોલિટી વચ્ચે સંબંધ છે. સ્ટડી (Study) અનુસાર, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણોનો પ્રજનન ક્ષમતા (Fertility) પર ખરાબ અસર પડે છે.


આ પણ વાંચો:- આળસુ હોવાના પણ હોય છે આવા અનેક ફાયદાઓ


મોડી રાત સુધી ફોનનો ઉપયોગ ન કરતા પુરૂષોમાં સ્પર્મ ક્વોલિટી સારી
સ્ટડી અનુસાર, જે પુરૂષો મોડી રાત સુધી ફોન (Phone) અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો (Electronic Gadgets) ઉપયોગ કરે છે તે પુરૂષોમાં ઇન્ફર્ટિલ્ટીનો (Infertility) દર વધી જાય છે. ત્યારે જે પુરૂષો સમયસર સુઈ જાય છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે છે, તેમના સ્પર્મની (Sperm)  ક્વોલિટી સારી હોય છે.


આ પણ વાંચો:- Eating Habits: રોટલી ખાતા પહેલા રહો સાવધાન, નહીં તો થશો આ ગંભીર બિમારીનો શિકાર


ભારતમાં 23 ટકા પુરૂષો ઇન્ફર્ટિલિટીથી પરેશાન
સ્ટડીમાં (Study) સામે આવ્યું છે કે, ફોનમાંથી (Phone) નીકળતા રેડિએશનથી (Radiation) ડીએનએને (DNA) નુકસાન પહોંચે છે અને કોષો રિકવરી થવાની ક્ષમતા ધીરે ધીરે ગુમાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના (WHO) અનુસાર, ભારતમાં 23 ટકા પુરૂષો ઇન્ફર્ટિલિટીની (Male Infertility) સમસ્યાથી પીડિત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube