ઈજા વગર પગમાં પડી રહ્યા છે વાદળી નિશાન, આ બિમારીનો હોય શકે છે સંકેત
જો તમારા પગમાં કોઈ ઈજા પહોંચ્યા વગર જ નીલા રંગના નિશાન પડી રહ્યા છે, તો અલર્ટ થઈ જાય. કેમ કે આ ખતરાની નિશાની છે. મનાઈ છે કે, જ્યારે શરીર પર કોઈ મુંઢમાર થાય છે તો સ્કિન પર નીલા રંગના નિશાન પડી જાય છે. મેડિકલ ભાષામાં તેને કન્યૂશન અથવા ઉંડા ઘાવ કહીએ છીએ.
નવી દિલ્હી: જો તમારા પગમાં કોઈ ઈજા પહોંચ્યા વગર જ નીલા રંગના નિશાન પડી રહ્યા છે, તો અલર્ટ થઈ જાય. કેમ કે આ ખતરાની નિશાની છે. મનાઈ છે કે, જ્યારે શરીર પર કોઈ મુંઢમાર થાય છે તો સ્કિન પર નીલા રંગના નિશાન પડી જાય છે. મેડિકલ ભાષામાં તેને કન્યૂશન અથવા ઉંડા ઘાવ કહીએ છીએ. શરીર પર દેખાતા આ નીલા રંગના નિશાન તમારા સ્વાસ્થ્ય અંગે ઘણું બધું કહી જાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું અમુક ગંભીર સમસ્યાઓ વિશે.
કેમ પડે છે વાદળી ડાઘઃ
પગમાં વાદળી રંગના નિશાન પડવાના અનેક કારણો હોય છે. પોષક તત્વોની કમીથી લઈને એનીમિયાની કમી તેનું કારણ હોય શકે છે. જ્યારે ઈજા વગર શરીરમાં કોઈ પણ પ્રકારના વાદળી ડાઘ પડે તો આ પૌષ્ટિક આહારની કમીના કારણે હોય શકે છે.
ઉંમર વધતાં પડે છે આવા ડાઘઃ
ઉંમર વધતાં શરીરમાં નીલા રંગના નિશાન પડવા લાગે છે. ઉંમર વધવાની સાથે વ્યક્તિના શરીરમાં રક્ત ધમનીઓ સૂર્યની રોશનીનો સામનો નથી કરી શકતી. જેના કારણે શરીરમાં નીલા રંગના નિશાન પડી જાય છે.
એનીમિયાની કમીથી પડે છે નિશાનઃ
એનીમિયાની કમીના કારણે પણ શરીરમાં નીલા રંગના નિશાન પડી જાય છે. જણાવી દઈએ કે, કોઈ પણ ઈજાને ઠીક કરવા માટે શરીરમાં આયરન અને જિંકની આવશ્યકતા હોય છે. આયરનની કમી થવાથી શરીરમાં નીલા રંગના નિશાન પડી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાતબીબી સલાહ જરૂર લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube