Brain hemorrhage: બ્રેન હેમરેજ એક જીવલેણ સ્થિતિ છે જેમાં મગજમાં નસ ફાટી જાય છે અને લોહી નીકળવા લાગે છે. જો આ સ્થિતિમાં તુરંત જ મેડિકલ હેલ્પ લેવામાં ન આવે તો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા કે પછી મૃત્યુ પણ થઈ શકે છે. તાજેતરમાં જ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક જગતના જાણીતા ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે આવું જ થયું. જેના કારણે થોડા દિવસો પહેલા દિલ્હીની અપોલો હોસ્પિટલમાં સદગુરુની બ્રેઇન સર્જરી કરવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips:જાણો એક દિવસમાં ઘઉંની કેટલી રોટલી ખાવી અને ઘઉં સિવાય કયો લોટ ફાયદાકારક ?


બ્રેન હેમરેજ એટલે શું ?


બ્રેન હેમરેજમાં મગજની અંદર નસ ફાટી જવાના કારણે મગજમાં બ્લડિંગ શરૂ થઈ જાય છે. આ સમસ્યા કોઈપણ ઉંમરમાં થઈ શકે છે. જોકે 50 વર્ષથી વધુની ઉંમરમાં આ સમસ્યા સામાન્ય છે. ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે બ્રેન હેમરેજ થાય તો ખબર કેવી રીતે પડે ? તો ચાલો તમને બ્રેન હેમરેજ ના લક્ષણો વિશે પણ જણાવીએ. બ્રેન હેમરેજ થાય ત્યારે આ લક્ષણ જોવા મળે છે. આ લક્ષણોને ક્યારેય ઇગ્નોર કરવા નહીં.


બ્રેન હેમરેજના લક્ષણો


આ પણ વાંચો: Vitamin D ની સપ્લીમેન્ટ લેતા પહેલા આ 4 વાતોને રાખજો ધ્યાનમાં, નહીં તો ઊલમાંથી ચૂલમાં


1. બ્રેન હેમરેજમાં સૌથી સામાન્ય લક્ષણ છે માથાનો તીવ્ર દુખાવો.  


2. બ્રેન હેમરેજના કારણે ઉલટીઓ પણ થાય છે. 


3. બ્રેન હેમરેજના ઘણા કિસ્સામાં વ્યક્તિને ચહેરા, હાથ અને પગમાં શૂન્યતા કે નબળાઈ આવી જાય છે. 


4. દ્રષ્ટિ ધૂંધળી થઈ જવી તે પણ બ્રેન હેમરાજ નું લક્ષણ હોઈ શકે છે. 


5. બ્રેન હેમરેજ ના કારણે બોલવામાં મુશ્કેલી શરૂ થઈ જાય છે. 


6. અચાનક ચક્કર આવવા અને શરીરનું સંતુલન ખોરવાઈ જવું પણ બ્રેન હેમરેજનું લક્ષણ હોઈ શકે છે. 


7. બ્રેન હેમરેજમાં એક તરફનો ચહેરો લકવાગ્રસ્ત થઈ શકે છે. 


આ પણ વાંચો: Sadhguru નો બ્રેઈન સર્જરી પછીનો Video વાયરલ, મગજની આ ગંભીર સમસ્યાથી પીડિત હતા સદગુરુ


બ્રેન હેમરેજના રિસ્ક ફેક્ટર


બ્રેન હેમરેજ થવાના કેટલાક રિસ્ક ફેક્ટર પણ છે. જેમકે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, વધારે વજન જેવી સ્વાસ્થ્ય સમસ્યાના કારણે પણ બ્રેન હેમરાજનું રિસ્ક વધી જાય છે. આ સિવાય કેટલીક દવાઓનું સેવન અને ધુમ્રપાન તેમજ દારૂની આદત પણ બ્રેન હેમરેજ નું કારણ બની શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)