નવી દિલ્હી: છેલ્લા બે દાયકાથી વધુ સમયથી લંગ કેન્સર (Lung Cancer) દુનિયાનું સૌથી કોમન કેન્સર હતું. પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓગ્રેનાઈઝેશને (WHO) માહિતી આપી છે કે, 2 ફેબ્રુઆરી મંગળવારે, બ્રેસ્ટ કેન્સરે (Breast Cancer) લંગ કેન્સરને પાછળ છોડી દુનિયાનું સૌથી કોમન કેન્સર (Cancer) બની ગયું છે. આ વિશે WHO ના કેન્સર નિષ્ણાત એન્ડ્રે ઈલ્બાવીએ જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સર દુનિયાભરમાં સૌથી વધારે જોવા મળતું કેન્સર બની ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેસ્ટ કેન્સરનું કોમન રિસ્ક ફેક્ટર છે સ્થૂળતા
બ્રેસ્ટ કેન્સર (Breast Cancer) બાદ સૌથી વધારે થતા કેન્સરની યાદીમાં બીજા નંબર પર લંગ કેન્સર અને ત્રીજા નંબર પર કોલોરેક્ટલ કેન્સર (Colorectal Cancer) છે. ઈલ્બાવીનું માનીએ તો મહિલાઓમાં વધતી સ્થૂળતાની (Obesity) સમસ્યા બ્રેસ્ટ કેન્સરનું સૌથી કોમન રિસ્ક ફેક્ટર (Risk Factor) છે અને આ કારણ છે કે, કેન્સરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તમને જણાવી દઇએ કે, દુનિયાની આબાદીની સાથે લોકોનો અંદાજિત લાઇફટાઇમ (Life Expectancy) પણ વધી રહ્યો છે અને તેની સાથે કેન્સરના કેસ પણ. ઈલ્બાવીનું માનીએ તો 2020માં જ્યાં કેન્સર 19.3 મિલિયન કેસ સામે આવ્યા હતા ત્યારે 2040 સુધી દર વર્ષ 30 મિલિનય કેન્સર કેસ સામે આવવાની વાત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- મોટાભાગની સ્ત્રીઓમાં બીજી પ્રેગ્નેન્સી અંગે પ્રવર્તે છે આ માન્યતાઓ


બ્રેસ્ટ કેન્સર શું છે અને કેવી રીતે થયા છે
અન્ય કેન્સરની જેમ બ્રેસ્ટ કેન્સરમાં પણ શરીરમાં કેટલાક એવા સેલ્સ (Cells) એટલે કે કોષો હોય છે જે અનિયંત્રિત રીતથી વિકસિત થવા લાગે છે. બ્રેસ્ટમાં કેન્સરકારી સેલ્સ અથવા તો બ્રેસ્ટ મિલ્કનું નિર્માણ કરતા ગ્લેન્ડ્સમાં (Glands) બને છે અથવા તે ડક્ટ્સમાં (Ducts) જે બ્રેસ્ટ મિલ્કને નિપ્પલ સુધી કેરી કરી લાવે છે. આ કેન્સર સેલ્સ આસપાસના લિમ્ફ નોડ્સ (Lymph Nodes) તરીકે ફેલાઈ શકે છે અથવા લોહીના માધ્યમથી શરીરના અન્ય અંગો સુધી પહોંચી શકે છે. જો કે, સમય પર આ બીમારીની જાણ થઈ જાય છે તો સરળતાથી તેની સારવાર કરાવી શકાય છે (Treatable).


આ પણ વાંચો:- સોનું-ચાંદી, તાંબા-પિત્તળ અને માટીના વાસણમાં જમવાના આ છે ફાયદા, જલદી જાણી લો


બ્રેસ્ટ કેન્સરના લક્ષણ
બ્રેસ્ટમાં દુ:ખાવો અને સોજા જો દૂર ના થાય
બ્રેસ્ટ અથવા અંડરઆર્મ્સના ભાગમાં કોઈ ગાંઠ (Lump) અથવા સ્કિનનો ભાગ મોટો (Thickened Skin) હોવો.
મસ્સા અથવા ગાંઠ જેનો આકાર વટાણાના દાણાથી નાના હોય
બ્રેસ્ટની સાઈઝ, શેપ અથવા કર્વમાં અંતર અનુભવ થવો
નિપ્પલમાંથી લોહી નીકળવું અથવા પણી આવવું
બ્રેસ્ટ અથવા નિપ્પલની આસપાસની ત્વચાનો રંગ લાલ થવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube