રૂટીનમાં માત્ર એક ફેરફાર કરી હેલ્ધી રાખો હાર્ટ અને લિવર... ડોક્ટરે આપી કામની સલાહ
Health Tips: જો તમે લિવરની બીમારીઓ માટે અલગ-અલગ પ્રકારની દવા કે જ્યૂસ લઈ રહ્યાં છો તો ડોક્ટરે આપેલી આ સલાહ પણ માનો. તમારે તે માટે કોઈ ખર્ચ કરવાનો નથી, બસ થોડો સમય કાઢવાનો છે.
નવી દિલ્હીઃ હાર્ટ, કિડનીની જેમ લિવર પણ આપણા શરીરનું મહત્વનું અંગ છે. લાંબી ઉંમર જીવવા માટે જરૂરી છે કે તમારૂ લિવર સારી રીતે કામ કરો. બાકી તમે જીવલેણ બીમારીનો શિકાર બની શકો છો. ફેટી લિવર તેમાં સૌથી કોમન બીમારી છે. તો લિવર સિરોસિસ, હેપેટાઇટિસ જેવી અન્ય બીમારીઓ છે જે ખતરનાક છે. સોશિયલ મીડિયા પર તમે ઘણા વીડિયો જોતા હશો તેમાં લિવર ડિટોક્સ કરવા માટે અલગ-અલગ ડ્રિંક્સ વિશે જણાવવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે ફેન્સી જ્યૂસ તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે. લિવર ખુદ ડિટોક્સ કરનારૂ ઓર્ગન છે તો તેને ડિટોક્સ કરવાની જરૂર નથી. અહીં અમે તમને સિમ્પલ ટ્રિક જણાવીશું જેનાથી તમે લિવરને હેલ્ધી રાખી શકો છો.
અપનાવો આ ટ્રિક
અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને જંક ફૂડને કારણે લિવરની બીમારી લોકોમાં ખુબ કોમન થઈ ગઈ છે. નાના બાળકોમાં ખાસ કરીને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ જોવા મળે છે. માત્ર લિવર ડિસીઝ સ્પેશલિસ્ટ ડોક્ટર એબી ફિલિપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. તેમના પ્રમાણે સપ્તાહમાં 150 મિનિટ વોક કરો છો તો તમારી ફેટી લિવરની સમસ્યાથી રાહત મળશે. ખાસ કરીને જો તમને નોન આલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યા છે તો. આલ્કોહોલિક ફેટી લિવર થવાની સ્થિતિમાં ડોક્ટર સૌથી પહેલા દારૂ છોડવાની સલાહ આપે છે.
આ પણ વાંચોઃ દૂધ પીવાની આદત હોય તો આટલું જાણી લેજો, થઈ શકે છે નુકસાન, જાણો શું કહે છે નિષ્ણાત
શું હોય છે બ્રિસ્ક વોક
સામાન્ય રીતે માનવામાં આવે છે કે બ્રિસ્ક વોકમાં તમારે 1 મિનિટમાં 100 સ્ટેપ્સ ચાલવાના હોય છે. એક કલાકમાં આશરે 3.5 માઇલ. તમારી સ્પીડ એટલી હોવી જોઈએ કે તમે વાત કરી શકો પરંતુ ગીત ન ગાય શકો.
એક બ્રિક્સ વોકના ઘણા ફાયદા
દરરોજ વોક કરવાથી તમે ઘણી ક્રિટિકલ બીમારીઓથી બચી શકો છો. હાર્ટ એક્સપર્ટ પણ દિલની બીમારીઓથી બચવા માટે દરરોજ 45 મિનિટ બ્રિસ્ક વોકની સલાહ આપે છે. ટાઇપ 2 ડાયાબિટીસથી બચાવ માટે પણ બ્રિસ્ક વોકની સલાહ આપે છે. એટલું જ નહીં દરરોજ બ્રિસ્ક વોક કરવાથી ચરબી પણ ઘટાડી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube