ફ્લાવર જેવા દેખાતા આ શાકના છે જબરદસ્ત ફાયદાઓ, અનેક બીમારીથી આપે છે રાહત
બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દેખાવમાં આ શાક ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ પણ લીલો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ, આયરન, વિટામિન એ, સી અને ઘણા બીજા પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. આવો જાણીએ બ્રોકલીના અન્ય ફાયદા.
નવી દિલ્લીઃ બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દેખાવમાં આ શાક ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ પણ લીલો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ, આયરન, વિટામિન એ, સી અને ઘણા બીજા પોષક તત્વો ભરપુર માત્રામાં હોય છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. આવો જાણીએ બ્રોકલીના અન્ય ફાયદા.
1) એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપુર-
બ્રોકલી એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો આંતરડા અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે લીલા શાક ખાવાના શોખીન છો, તો તમે તમારા આહારમાં બ્રોકલી સ્પ્રાઉટ્સનો સમાવેશ કરી શકો છો.
2) બ્રોકલી સ્પ્રાઉટ્સ સલ્ફોરાફેનથી છે ભરપુર-
બ્રોકલી સ્પ્રાઉટ્સમાં સલ્ફોરાફેન વધુ માત્રામાં હોય છે. તે તેના એન્ટી કેન્સર અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે બ્રોકલી સ્પ્રાઉટ્સમાં હાજર સલ્ફોરાફેન બ્રેન સ્ટ્રોક, અલ્ઝાઈમર અને પાર્કિન્સન રોગોમાં રાહત આપે છે.
3) લીવરના ટોક્સિન્સને હટાવે છે-
બ્રોકલી સ્પ્રાઉટ્સમાં હાજર સલ્ફોરાફેન લીવરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
4) આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક-
બ્રોકલી સ્પ્રાઉટ્સમાં એન્ટીઑકિસડન્ટ અને સલ્ફોરાફેન હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ છે. સલ્ફોરાફેન એચ પાયલોરી સામે એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે પાચનતંત્રના ઈન્ફેક્શન, ગેસ્ટ્રાઈટિસ અને પેટના અલ્સર માટે જવાબદાર બેક્ટેરિયમ છે. આવી સ્થિતિમાં બ્રોકલી સ્પ્રાઉટ્સ પેટ સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
5) બ્રોકલી સ્પ્રાઉટ્સનું જ્યુસ-
તમે તમારી દિનચર્યામાં તાજા બ્રોકલી સ્પ્રાઉટ્સનો જ્યુસ સામેલ કરી શકો છો. આ સિવાય તમે તેને તમારા આહારમાં અનેક રીતે સામેલ કરી શકો છો.
6) સેન્ડવીચમાં કરો સામેલ-
જો તમને સલાડ અથવા સૂપના રૂપમાં બ્રોકલી સ્પ્રાઉટ્સ પસંદ નથી, તો તમે તેને સેન્ડવિચ અથવા રેપમાં ઉમેરીને ખાઈ શકો છો. આ સિવાય તમે તેને ફળ અથવા શાકભાજીના જ્યુસમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો.
(ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે અને તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. ઝી મીડિયા તેની પુષ્ટિ નથી કરતું.)