પગના તળીયામાં થતી બળતરાની ન કરવી અવગણના, આ ગંભીર સમસ્યાના કારણે પણ થઈ શકે છે તકલીફ
Burning Feet: સામાન્ય રીતે આ બાબત પર લોકો ધ્યાન આપતા નથી. પરંતુ પગમાં થતી બળતરા કેટલીક ગંભીર સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. આજે તમને જણાવીએ કે પગમાં બળતરા કયા કારણોસર થઈ શકે છે.
Burning Feet: ઘણા લોકો એવા હોય છે જેમને પગના તળિયા અને પગની ત્વચામાં બળતરાની ફરિયાદ હોય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં આ તકલીફ વધી જતી હોય છે. સામાન્ય રીતે આ બાબત પર લોકો ધ્યાન આપતા નથી. પરંતુ પગમાં થતી બળતરા કેટલીક ગંભીર સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. આજે તમને જણાવીએ કે પગમાં બળતરા કયા કારણોસર થઈ શકે છે.
કિડનીમાં સમસ્યા
જો તમને હંમેશા પગમાં બળતરા થતી હોય તો તેની અવગણના ન કરવી કારણ કે આવી રીતે થતી બળતરા નું કારણ કિડની સંબંધિત સમસ્યા હોઈ શકે છે. જ્યારે કિડનીમાં સમસ્યા થાય છે ત્યારે તેની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે અને તેના કારણે રક્તમાં ટોક્સિન બનવા લાગે છે જેના કારણે પગમાં બળતરા થઈ શકે છે.
એથલીટ ફૂટ્સ
આ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય છે. જે સામાન્ય રીતે એથલીટને જ થતું હોય છે. તેમાં પગના અંગૂઠા અને નખ પ્રભાવિત થાય છે જેના કારણે પગમાં સોજો અને બળતરા થઈ શકે છે.
હાઇપોથાઈરોઇડીજમ
આ સમસ્યામાં શરીરમાં હોર્મોનનું સંતુલન જળવાતું નથી જેના કારણે પગમાં સોજા પણ આવે છે અને સ્કીન ડ્રાઈ થઈ જવાના કારણે બળતરા થઈ શકે છે.
પોષણની ખામી
પોષણની ખામી હોય ત્યારે પણ પગમાં બળતરા થઈ શકે છે આવી સ્થિતિમાં ક્યારેય પગમાં થતી બળતરાની અવગણના કરવી નહીં અને પોતાના આહાર પર ધ્યાન આપવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)