નવી દિલ્હીઃ વજન ઘટાડવાની જ્યારે પણ વાત થાય છે તો સૌથી પહેલા ખ્યાલ આવે છે કે તે માટે સખત ડાઇટ કરવું પડશે અને જિમ જવું પડશે. પરંતુ જો તમને કહેવામાં આવે છે કે તમે ટેસ્ટી ફૂડ્સ ખાયને પણ વજન ઘટાડી શકો છો, તો તમારો જવાબ શું હશે. હકીકતમાં જો તમે દરરોજ ખાનપાનમાં કેલેરીનું ધ્યાન રાખશો તો સરળતાથી વજન ઘટાડી શકો છો. તેમાં કોઈ શંકા નથી કે વજન ઘટાડવામાં ગણિત સામેલ છે. વજન ઘટાડવાની એક સરળ રીત છે કે તમારૂ શરીર જેટલી કેલેરી બર્ન કરે છે, તમારે તેનાથી ઓછી કેલેરીનું સેવન કરવું પડશે. સાથે તમે એવા ફૂડ્સની પસંદગી કરો જેમાં મેટાબોલિઝ્મ વધુ હોય અને તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. બીન્સ
સસ્તા અને પોષક તત્વોથી ભરપૂર બીન્સ પ્રોટીનનો એક મોટો સ્ત્રોત છે. બીન્સમાં ફાઈબર ખુબ હોય છે, જેનાથી તે પચવામાં ધીમા હોય છે. તેનાથી તમારૂ પેટ લાંબા સમય સુધી ભરેલું રહી શકે છે, જેથી વારંવાર ખાવાની જરૂર પડતી નથી. લીલા બીન્સમાં કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન એ અને વિટામિન કે હોય છે, જે શરીરને પોષક આપવાનું કામ કરે છે.


આ પણ વાંચોઃ Diabetes: એલચીથી થશે બ્લડ સુગરનો નાશ, જાણો કઈ રીતે કરશો સેવન


2. સૂપ
ભોજનની શરૂઆત સૂપથી કરો. તે વજન ઘટાડવા માટે ઉપયોગી થઈ શકે છે. સૂપમાં ક્રીમ અને માખણ જેવી વસ્તુ સામેલ ન કરો. સૂપમાં શાલભાજી સામેલ કરો જેનાથી તે વધુ પૌષ્ટિક બની શકે છે. 


3. હાર્ક ચોકલેટ
તમે જાણીને ચોકી જશો પરંતુ ચોકલેટથી તમે વજન ઘટાડી શકો છો. પરંતુ તે માટે તમારે મિલ્ક અને સુગરની જગ્યાએ ડાર્ક ચોકલેટની પસંદગી કરવી પડશે. એક કે બે નાના ચોકલેટના ટુકડા તમારી ક્રેવિંગ્સને શાંત કરવામાં મદદ કરે છે. 


4. ડ્રાઈ ફ્રૂટ્સ
બદામ, મગફળી, અખરોટ અને કિશમિસ જેવા ડ્રાઈ ફ્રૂટ્સ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટનો સારો સોર્સ હોય છે, જે શરીરને તાકાત આપે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. રિસર્ચથી ખ્યાલ આવે છે કે જ્યારે લોકો નટ્સ ખાય છે તો તેનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તે વારંવાર ખાવાથી બચે છે. સાથે ડ્રાઇ ફ્રૂટ્સ શરીરનું મેટાબોલિઝ્મ વધારે છે જેનાથી શરીર ઝડપથી ફેટ બર્ન કરે છે. 


આ પણ વાંચોઃ આ છોડના પાન રોજ ચાવો, બ્લડ સુગરનું મટી જશે નામોનિશાન,  બીપી-હાર્ટ માટે રામબાણ ઉપાય


5. ગ્રેપફ્રૂટ
ગ્રેપફ્રૂટ ખરેખર તમારા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. અમેરિકાના સેન ડિએગોમાં સ્ક્રિપ્સ ક્લિનિકના રિસર્ચરોએ જણાવ્યું કે જ્યારે મોટા લોકો પ્રત્યેક ભોજન પહેલા અડધુ ગ્રેપફ્રૂટ ખાય થે તો 12 સપ્તાહમાં તેનું વજન એવરેજ સાડા ત્રણ પાઉન્ડ ઘટી શકે છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેથી તમારે તમારા ડાઇટમાં તેને સામેલ કરવું જોઈએ.


ગ્રેપફ્રૂટ વિટામિન સીથી ભરપૂર હોય છે, જે ઈમ્યુનિટી વધારે છે અને ઓવરઓલ હેલ્થને સારી રાખે છે. તેમાં એવા કેમિકલ કમ્પાઉન્ડ હોય છે, જે ઇંસુલિનના સ્તરને ઘટાડી શકે છે અને વજન ઘટાડવામાં ઉપયોગી થાય છે.