Peanuts For Diabetes: ડાયાબિટીસના દર્દીઓ હંમેશાં એ વિચારમાં રહે ચે કે શું ખાવું જોઈએ અને શું નહીં, કારણ કે જો તેમાં જરા પણ ભૂલ થઈ તો અચાનક બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. મધુમેહમાં કિડનીની બિમારી, હાર્ટની બિમારી અને આંખોની રોશની ઓછી થવાનો ખતરો રહે છે. અમુક લોકો એ જાણવા માંગે છે કે આ જટિલ બિમારી દરમિયાન મગફળી ખાઈ શકાય છે યા નહીં, આજે અમે તેના વિશે વિગતવાર જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મગફળીમાં મળી આવતા પોષક તત્વો
મગફળીને ખુબ જ પૌષ્ટિક ફૂડના લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે, તેને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન બી6, વિટામીન બી9, વિટામીન બી કોમ્લેક્સ, પેન્ટોથેનિક એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે.


ડાયાબિટીસમાં મગળફળી ખાઈ શકાય કે નહીં?
બ્રિટીશ જર્નલ ઓફ ન્યૂટ્રીશનમાં છપાયેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે મગફળી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. સાથે જ પીનટ બટરમાં મેગ્નીશિયમ મળી આવે છે, જે ડાયાબિટીસમાં ફાયદો પહોંચાડે છે. તેની સાથે જ મગફળી ખાવાના હજું ઘણા ફાયદા જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે.


મગફળી ખાવાના અન્ય ફાયદા


1. કોલેસ્ટ્રોલ ઓછું થશે
મગફળી ખાવાથી આપણી નસોમાં જમા થયેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે, કારણ કે તેમાં ફાઈબર, પ્રોટીન અને મોનોઅનસેચુરેટેડ ફેટ હોય છે. ડાયાબિટીસના દર્દીઓને હૃદયની બિમારીઓનો ખતરો સૌથી વધારે હોય છે એટલા માટે તેમણે મગફળી ખાવી જોઈએ.


2. શરીરને મળશે હેલ્દી ફેટ
મગફળીને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે, જે આપણા માટે હેલ્દી ફેટનું રિચ સોર્સ છે, તેણે ખાવાથી શરીરમાં સારું કોલેસ્ટ્રોલ બને છે જે હેલ્દી સેલ્સનું નિર્માણમાં ખુબ મદદરૂપ થાય છે.


3. વજન થશે ઓછું
ડાયાબિટીસના દર્દીઓ માટે મોટાપા કોઈ મુસીબતથી ઓછું નથી, એવામાં જો મગફળી ખાઈએ તો તેનાથી તેમનું પેટ ઘણો લાંબો સમય સુધી ભરાયેલું રહેશે, જેનાથી ડાયાબિટીસના દર્દી વધારે ભોજન ખાઈ શકશે નહીં.


Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.