કોરોના મહામારી બાદ લોકો પોતાના સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલ અંગે ખુબ ગંભીર બન્યા છે. એકવાર ફરીથી લોકો સારું ખાણીપીણી અને આયુર્વેદિક ઔષધિ પર ભરોસો કરવા લાગ્યા છે. આવામાં એવી અનેક લીલોતરી શાકભાજી છે જેને ડાયટમાં સામેલ કરીને લોકો દેશી નુસ્ખાથી બીમારીઓથી રાહત મેળવી રહ્યા છે. અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવીશું જે 300થી વધુ બીમારીઓને ઠીક કરી શકે છે. આ શાક છે સરગવાની શિંગ (drumsticks).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

drumsticks એક ખુબ જ હેલ્ધી શાક છે જે તમારા સ્વાસ્થ્યને પણ ખુબ ફાયદો કરાવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે સરગવાનો ઉપયોગ એક ઔષધિ તરીકે પણ થાય છે. તેના શાકની સાથે સાથે છાલ અને પાંદડામાં પણ જાદુઈ ગુણ મળી આવે છે. સરગવાની શિંગમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામીન, અને બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો પ્રચુર માત્રામાં મળી આવે છે. આયુર્વેદમાં સરગવાથી 300થી વધુ રોગોની સારવાર શક્ય છે. 


સરગવાના શાકના સેવનથી કઈ કઈ બીમારીમા મળી શકે છે રાહત

કેટલીક બીમારીઓ એવી છે જેની સારવારમાં સરગવો ઉપયોગી થઈ શકે છે જેમ કે....


- ડાયાબિટસ
- હ્રદયની બીમારી
- હાઈ બ્લ્ડ બ્રેશર
- આંતરડાની સમસ્યાઓ
- અલ્સર
- આંખની રોશની ઓછી થવી
- શ્વસન સંબંધિત બીમારીઓ
- આર્થરાઈટિસ
- સ્ત્રીઓની સમસ્યાઓ જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન તણાવ અને માસિક સંબંધિત સમસ્યાઓ


કેવી રીતે કરવો ઉપયોગ
સરગવાના ફળ, પાંદડા, બીજ, છાલ વગેરેનો ઉપયોગ ભોજન કે ઔષધિ  તરીકે કરવામાં આવે છે. નીચે જણાવેલી રીતો દ્વારા તમે આ શાકનો ઉપયોગ  કરી શકો છો. 


શાક તરીકે- સરગવાની શિંગોને નાના-નાના ટુકડામાં કાપીને શાક બનાવી શકાય છે. સરગવાની શિંગના શાકમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું વગેરે મસાલાનો ઉપયોગ થાય છે. 


સરગવાના દાણા- સરગવાના દાણાનો શાક બનાવવામાં પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત સરગવાના દાણાને સૂકાવીને પણ ઉપયોગમાં લેવાય છે જે ચટણી બનાવવામાં ઉપયોગ થાય છે. 


સરગવાની છાલ- સરગવાની છાલને સૂકી રીતે કે પાઉડર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે દાદર, ખંજવાળ, સુન્ન થઈ જવી, તથા અન્ય સમસ્યાઓ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. 


મૂળિયા- સરગવાના મૂળિયાને પીસીને કે સૂકાવ્યા બાદ પીસીને પાઉડર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.