Heart Attack Symptoms: હાર્ટ એટેકના કેસ દિવસેને દિવસે શોધી રહ્યા છે. નાની ઉંમરમાં લોકોને હાર્ટ અટેક આવે છે અને જીવ ગુમાવવાનો વારો આવે છે તેનું કારણ લોકોને ખરાબ જીવનશૈલી હોય છે. હાર્ટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે પરંતુ લોકો તેના પર સમયસર ધ્યાન આપતા નથી જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. પરિણામે નાની ઉંમરના યુવાનોને પણ હાર્ટ એટેક આવ્યાના કેસ વધતા જોવા મળે છે. જોકે હાર્ટ એટેકની વાત આવે તો લોકો કાર્ડિયક એરેસ્ટ અને હાર્ટ એટેકને એક જ માની બેસે છે. પરંતુ હાર્ટ સંબંધિત આ બંને સમસ્યા અલગ અલગ છે. તેવી જ રીતે પુરુષો અને મહિલાઓ માટે તેના લક્ષણો પણ અલગ અલગ જોવા મળે છે. આજે તમને જણાવીએ કે કાર્ડિયક અરેસ્ટના લક્ષણો પુરુષો અને મહિલાઓમાં કેવા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: ગોળ-ઘી છે સુપરફૂડ, શિયાળામાં રોજ નાસ્તામાં ખાવાથી શરીરને થશે આટલા લાભ


શું છે કાર્ડિયક અરેસ્ટ? 


કાર્ડિયક અરેસ્ટમાં હૃદય અચાનક જ બ્લડ પંપ કરવાનું બંધ કરી દે છે જેના કારણે શરીરના અંગોમાં ઓક્સિજન અને બ્લડની સપ્લાય અટકી જાય છે. કાર્ડિયક અરેસ્ટની થોડી જ મિનિટોમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. હાર્ટ એટેક કરતાં પણ કાર્ડિયક અરેસ્ટ ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે તેના લક્ષણોને સમયસર ઓળખીને સારવાર લેવામાં આવે તો સ્થિતિ કંટ્રોલમાં આવી શકે છે. 


મહિલાઓમાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ


આ પણ વાંચો: Jaggery: શિયાળામાં આ રીતે રોજ ગોળ ખાશો તો નહીં પડો વારંવાર બીમાર, થઈ જશો તાજામાજા


શ્વાસ લેવામાં સમસ્યા 
પેટમાં દુખાવો 
ઉલટી 
બેચેની થવી 
બેભાન થઈ જવું 
છાતીમાં બળતરાનો અનુભવ.


આ પણ વાંચો: Protein: ઈંડા કરતાં વધારે પ્રોટીન હોય છે આ વેજિટેરિયન ફૂડમાં, ખાવાથી મજબૂત થશે શરીર


પુરુષોમાં કાર્ડિયક અરેસ્ટના લક્ષણ


છાતીમાં દુખાવો 
શરીર બેજાન થઈ જવું 
અચાનક પરસેવો વળવો
શ્વાસ લેવામાં તકલીફ થવી 
ચક્કર આવવા


આ પણ વાંચો: Turmeric water: શિયાળામાં આ સમયે રોજ પીવું હળદરનું પાણી, બીમારી નહીં ફરકે તમારી પાસે


જ્યારે વ્યક્તિને કાર્ડિયક અરેસ્ટની સમસ્યા થાય છે તો ધબકારા 300 થી લઈ 400 સુધી પહોંચી જાય છે, જેના કારણે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે અને શરીરમાં ઓક્સિજન અને બ્લડની સપ્લાય અટકી જાય છે. આવી સ્થિતિમાં જો તુરંત સારવાર ન મળે તો વ્યક્તિનો જીવ જતો રહે છે. તેથી ઉપરોક્ત કોઈપણ લક્ષણ કોઈપણ વ્યક્તિને જોવા મળે તો તેના લઈને બેદરકાર ન રહેવું અને સારવાર કરાવવી. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)