કેન્સર એક એવી બીમારી છે જેણે દુનિયાભરમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી દીધા છે. તેનો મૃત્યુદર પણ વધુ છે અને ભારતમાં સ્થિતિ ગંભીર છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ ઈન્ફોરમેટિક્સ એન્ડ રિસર્ચના 2024ના રિપોર્ટ મુજબ ભારતમાં 2022માં કેન્સરના 14 લાખ નવા કેસ સામે આવ્યા છે. એટલે કે લગભગ દર નવમો વ્યક્તિ કેન્સરથી પીડિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મોકિંગ અને દારૂના સેવન જેવા જાણીતા કાર્સિનોજેન (કેન્સર પેદા કરનારા તત્વો) ઉપરાંત આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા કેટલાક રસાયણો પણ છે જે ધીરે ધીરે કેન્સરના જોખમને વધારી શકે છે. આવામાં જરૂરી છે કે આપણે આ રસાયણો વિશે જાણીએ અને કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા તેની બરાબર તપાસ કરીએ. અમે તમને આજે એવા 5 કેમિકલ્સ વિશે જણાવીશું જેની તપાસ તમારે કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા કરવી જોઈએ. 


1. કોલ ટાર (Coal Tar)
કોલ ટાર કોલસા પ્રોસેસિંગની એક ઉપ પ્રોડક્ટ છે અને તેના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. કોસ્મેટિક અને સ્કિનકેર પ્રોડક્ટ્સ જેમ કે હેર ડાઈ, શેમ્પુ, અને અન્યમાં કોલ ટાર હોય છે. આ કેમિકલના નિયમિત ઉપયોગથી ફેફસા, બ્લેડર, કિડની અને પાચન તંત્ર સંબંધિત કેન્સર થઈ શકે છે. 


2. પેરાબેન્સ (Parabens)
પેરાબેન્સનો ઉપયોગ કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં પ્રેઝર્વેટિવ્સ તરીકે ઉપયોગમાં લેવાય છે. અભ્યાસથી ખબર પડે છે કે પેરાબેન્સ હોર્મોન અસંતુલન પેદા કરી શકે છે અને એવું મનાય છે કે તે બ્રેસ્ટ કેન્સરના જોખમને વધારી શકે છે. આથી એવી પ્રોડક્ટ્સ ખરીદવી જેના પર પેરાબેન ફ્રીનું લેબલ હોય. 


3. ફોર્મલડિહાઈડ (Formaldehyde)
ફોર્મલડિહાઈડનો ઉપયોગ અનેક ઘરેલુ સામાનમાં થાય છે જેમ કે ફર્નીચર, ગાલીચા અને નખ કઠ્ઠણ કરનારા પ્રોડક્ટ્સમાં. આ કેમિકલ સ્કિન, નાક અને ગળાના કેન્સરના જોખમને વધારી શકે છે. ફોર્મલડિહાઈડની ગંધવાળા પ્રોડક્ટ્સને ખરીદવાથી બચો. 


4. ફ્થેલેટ્સ (Phthalates)
ફ્થેલેટ્સનો ઉપયોગ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સને લચીલી બનાવવા માટે કરાય છે. આ કેમિકલ હોર્મોન અસંતુલન પેદા કરી શકે છે અને એવું મનાય છે કે આ કેટલાક પ્રકારના કેન્સરના જોખમને વધારી શકે છે. ફ્થેલેટ ફ્રી લેબલવાળા પ્રોડક્ટ્સ પસંદ કરો. 


5. એક્રિલામાઈડ (Acrylamide)
એક્રિલામાઈડ કેટલાક ફૂડમાં મળી આવે છે, ખાસ કરીને વધુ તાપમાન પર પકવેલા સ્ટાર્ચ રિચ ફૂડમાં. જેમ કે ફ્રેન્ચ ફ્રાઈઝ અને આલુ ચિપ્સ. આ કેમિકલ સંભવિત રીતે કેન્સર પેદા કરનારું ગણાય છે. તળેલી અને પેક્ડ ફૂડનું સેવન ઓછું કરો અને તાજા ફૂડને પ્રાથમિકતા આપો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube