નવી દિલ્હી: ન્યૂટ્રીશનની વાત આવે ત્યારે સૌથી પહેલા ફળો, ચિકન, મટન વગેરે ચીજવસ્તુનું નામ સામે આવે છે. આ સિવાય લીલા શાકભાજીને પણ મહત્વ આપવામાં આવે છે. પરંતુ તમે એક એવી શાકભાજી વિશે નહીં જાણતા હોય જેની આગળ નોનવેજથી લઈને તમામ ન્યૂટ્રીશિયસ ચીજવસ્તુ પાછી પડે છે. આ લીલી શાકભાજી માત્ર પોષકતત્વોથી જ ભરપૂર નથી પણ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. આ શાકભાજી ઘણી બિમારીઓથી બચાવે છે. આ શાકભાજીની સૌથી ખાસ વાત એ છે કે, તે બહુ જલદી પોતાની અસર બતાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંકોડા અથવા મીઠા કારેલા
આ લીલી શાકભાજી કંકોડા કે મીઠા કારેલા તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં તેને સૌથી વધારે તાકાતવાળી શાકભાજી કહેવામાં આવે છે. જો તમે પોતાના નિયમિત ડાયટમાં તેનો સમાવેશ કરો તો વ્યક્તિનું શરીર એકદમ તંદુરસ્ત થઈ જાય છે. આ શાક ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તેમાં રહેલા ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યમંદ છે. આ સાથે એન્ટીઓક્સીડેન્ટ લોહીને સાફ કરે છે. તેના સ્કીન ડિસીઝ સહિત અનેક બિમારીઓથી બચી શકાય છે.


નોનવેજથી 50 ગણુ વધારે ફાયદાકારક
પ્રોટીન મેળવવા માટે નોનવેજ ફૂડને સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ તમને તે જાણીને નવાઈ લાગશે કે, કંકોડામાં ચિકન-મટન, ઈંડાથી પણ વધારે પ્રોટીન હોય છે. તેવામાં હેવી વર્કઆઉટ કરનારા લોકો, સ્પોર્ટ્સ પર્સન સહિતના લોકો માટે આ શાકભાજી સૌથી વધારે લાભદાયી છે. ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોવાની સાથે આ લો કેલેરી ફૂડ પણ છે. વજન ઓછુ કરવા માગતા લોકોએ પણ કંકોડા ખાવા જોઈએ. આ શાકભાજીના તમામ ગુણોને ધ્યાનમાં રાખીને તેનો ઔષધિના રૂપમાં પણ ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કંકોડા શિયાળાની શરૂઆતમાં મળે છે. પરંતુ વર્ષના અન્ય મહિનાઓમાં તે સામાન્ય માત્રામાં મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube