HMPV Virus Symptoms: કોરોના વાયરસે થોડા વર્ષ પહેલા સમગ્ર દુનિયામાં ભારે તબાહી મચાવી હતી. આજે પણ આ વાયરસથી થયેલા મોતના  કોહરામને લોકો  ભૂલ્યા નથી. આ ચીનથી નીકળેલો એક જીવલેણ વાયરસ હતો જેણે દુનિયાભરમાં લાખો લોકોના જીવ લીધા. હવે ચીનમાં એક નવો વાયરસ ફેલાયો હોવાના ડરામણા અહેવાલો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે જે એ વાતની પુષ્ટિ કરે છે કે આ વાયરસ પણ કોરોના જેટલો ગંભીર હોઈ શકે છે. આ વાયરસનું નામ HMPV હોવાનું કહેવાય છે. આ વાયરસ વિશે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ HMPV વાયરસ?
ચીનમાં ફેલાઈ રહેલા આ વાયરસનું નામ HMPV હોવાનું કહેવાય છે. આ અંગે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આ વાયરસ માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા અને કોવિડ-19 જેવા અનેક વાયરસના પરિવારો સાથે સંબંધ ધરાવે છે. આ શ્વાસ સંબંધિત રોગ છે જે ફ્લૂ જેવા સંકેતો સાથે શરીરમાં સમસ્યા પેદા કરે છે. 


આ છે શરૂઆતના સંકેત


- ઉધરસ આવવી
- તાવ આવવો
- નાક બંધ રહેવું
- ગળું ખરાબ થવું
- શ્વાસ લેવામાં તકલીફ થવી. 


કયા લોકોને વધુ જોખમ?
જો કે આ વાયરસ ગમે તે વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. પરંતુ જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય તેઓના આ વાયરસની ઝપેટમાં આવવાનું જોખમ વધુ રહે છે. જેમાં નાના બાળકો, વૃદ્ધો, અને કોઈ જૂની બીમારીથી પીડિત લોકો સામેલ છે. 


ચીનમાં કેવી છે સ્થિતિ
ચીનમાં ફેલાયેલા આ વાયરસની હવે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. જો કે આ વાયરસની જાણકારી પહેલા પણ હતી પરંતુ તેના કેસ હવે વધુ જોવા મળી રહ્યા છે. ચીનના લોકોના અનેક વીડિયો હોસ્પિટલો અને સ્મશાન ઘાટોથી સામે આવી રહ્યા છે. જે સ્થિતિની ગંભીરતા દર્શાવી રહ્યા છે. ચીનના અનેક વિસ્તારોમાં બીમારીઓ ફેલાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો 16થી 22 ડિસેમ્બર વચ્ચે ત્યાં અચાનક શ્વાસ સંબંધિત સંક્રમણોના કેસોમાં વધારો જોવા મળ્યો. આ કેસોમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકો વધુ સામેલ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને હ્યુમન મેટાપ્યુમોવાયરસ (hMPV) જેવા ઘણા વાયરસના કેસ વધી રહ્યા છે. કેટલાક લોકો આને એક નવી મહામારીનો સંકેત ગણાવી રહ્યા છે.


(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ્સ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેના અમલ પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક આ વિશે કોઈ દાવો કરતું નથી.)