Food For Back Pain: વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેમાં મોટાભાગના લોકો કમરના દુખાવાથી પરેશાન હોય છે. કોઈપણ ઉંમરના લોકોને કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. નાની ઉંમરમાં પણ લોકોને આ ફરિયાદ હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં પોષક તત્વોની ખામી હોય. આ સિવાય હેવી વર્કઆઉટ અથવા ભારી વસ્તુ ઉપાડી લેવાના કારણે પણ કમરનો દુખાવો થઈ શકે છે. આ સમસ્યાથી છુટકારો ડેલી ડાયેટ માં કેટલીક વસ્તુઓ ઉમેરીને મેળવી શકાય છે. તમારા રોજના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી કમરના દુખાવાની સમસ્યાથી રાહત મળી શકે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


શું તમે પણ કેરીની છાલને ફેંકી દો છો ? હવેથી ન કરતાં આ ભુલ, સ્વાસ્થ્યને થાય છે આ લાભ


દિવસની શરુઆત ચા કે કોફીને બદલે આ વસ્તુઓ સાથે કરો, થશે ઘણા લાભ અને વધશે એનર્જી


ઉધરસ મટવાનું ન લેતી હોય નામ તો આ 4 ઘરગથ્થુ ઉપચારથી મળશે આરામ, અજમાવી જુઓ એકવાર


ઈંડા


ઈંડા કેલ્શિયમ અને વિટામિન ડી થી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી હાડકાને ફાયદો થાય છે. ખાસ કરીને જો તમને કમરનો દુખાવો રહેતો હોય તો તમારા રોજના આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ 


હળદર


હળદર ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. તે શરીરને કોઈપણ પ્રકારના સંક્રમણથી બચાવે છે. હળદરમાં એન્ટી ઈન્ફલેમેટ્રી ગુણ હોય છે. જો તમને કમરનો દુખાવો રહેતો હોય તો તમે હળદર નો ઉપયોગ દૂધ અથવા તો પાણી સાથે કરી શકો છો.


આદુ


કમરના દુખાવાથી રાહત મેળવવા માટે આદુ પણ અસરકારક હોય છે. તેમાં એન્ટી ઇન્ફીલેમેટ્રી ગુણ હોય છે જે દુખાવાની સમસ્યાથી રાહત આપે છે. કમરના દુખાવાની તકલીફ હોય તો બે ચમચી આદુના રસમાં એક ચમચી મધ ઉમેરીને પી જવું 


ડાર્ક ચોકલેટ


કમરના દુખાવાને દૂર કરવા માટે ડાર્ક ચોકલેટ નો ઉપયોગ પણ કરી શકાય છે. ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ સારા એવા પ્રમાણમાં હોય છે. શરીરમાં મેગ્નેશિયમની ખામી હોય તો કમરનો દુખાવો, પીઠનો દુખાવો જેવી તકલીફો થઈ શકે છે. તેવામાં ડાર્ક ચોકલેટ ખાવાથી ફાયદો થઈ શકે છે 


લીલા પાનવાળા શાકભાજી


હાડકાને સ્વસ્થ રાખવા માટે લીલા પાન વાળા શાકભાજી ખાવા જોઈએ. તેમાં વિટામિન કે, કેલ્શિયમ, આયર્ન સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી કમરના દુખાવાથી રાહત મળી શકે છે.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)