Bad Cholesterol: આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકો હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન જોવા. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ બધી જવાનું કારણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ હોય છે. જો બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ હદ કરતાં વધી જાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. તેથી સમય રહેતા જ બેડ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો દવા લેવાની સાથે તમે કેટલા ઘરેલુ ઉપાય પણ કરી શકો છો. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ એવી છે જે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રોજ સવારે ચાવીને ખાવા 4 મીઠા લીમડાના પાન, શરીરની આ 5 ગંભીર સમસ્યા થશે દુર


હેલ્થ એક્સપર્ટ નું જણાવું છે કે લોકોની જીવનશૈલી આજના સમયમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે લોકો યોગ્ય રીતે આહાર પણ લેતા નથી અને ફિઝિકલ એક્ટિવિટી પણ ઓછી હોય છે જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ ઝડપથી વધી જાય છે. જો શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલની કંટ્રોલ કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. આયુર્વેદમાં કોલેસ્ટ્રોલની કંટ્રોલ કરવા માટે અળસીના બીજ અને તજને સૌથી ઉત્તમ ઔષધી ગણવામાં આવે છે. આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ દૂર થઈ શકે છે.


આ પણ વાંચો: તમને પણ જમ્યા પછી એલચી ખાવાની આદત છે? તો જાણી લો તેના ફાયદા અને નુકસાન વિશે


અળસીના બીજ


કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો અળસીના બીજને પીસી તેનું ચૂર્ણ બનાવી લેવું. હવે આ ચૂર્ણ ને સવારે ખાલી પેટ એક ચમચી હુંફાળા પાણી સાથે લેવું. થોડા દિવસ સુધી તમે આ રીતે અળસીનું સેવન કરશો એટલે કોલેસ્ટ્રોલ લેવલ નોર્મલ થવા લાગશે.


આ પણ વાંચો: Skin Care: વધતી ઉંમરે પણ દેખાવું હોય યુવાન તો નિયમિત ખાવી આંબા હળદર, જાણો લાભ વિશે


તજ


આયુર્વેદમાં તજને પણ કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે અસરકારક માનવામાં આવ્યું છે. તજને પણ સવારે ખાલી પેટ લેવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી કંટ્રોલમાં આવે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે સવારે ખાલી પેટ એક ચપટી તજનો પાઉડર હુંફાળા પાણી સાથે પીવાનો હોય છે. જોકે ધ્યાનમાં રાખવું કે તજના પાવડરનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું એક ચપટી તજનો પાવડર દિવસ દરમિયાન પૂરતો છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)