Diabetes: જે લોકોને ડાયાબિટીસ હોય તેમને ખાવા પીવાની વાતમાં સતત ટેન્શન રહે છે. ટેન્શન એ વાતનું હોય છે કે બ્લડ સુગર લેવલ વધી ન જાય. બ્લડ શુગર લેવલ હાય રહેતું હોય તો ગંભીર સમસ્યા થવાનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો ડાયટ એક્સરસાઇઝ બંને પર ધ્યાન આપવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે જે ડાયટ અને એક્સરસાઇઝ બંને કરતા હોય તેમ છતાં બ્લડ સુગર લેવલ હાય થઈ જાય છે. આવા લોકોએ જો તેની સમસ્યા દવા વિના દૂર કરવી હોય તો રાત્રે લવિંગનું પાણી પીવાની શરૂઆત કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ તકલીફ હોય તો શેકેલા ચણાનો એક દાણો પણ ન ખાવો, ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાન


ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ સતત વધારે રહેતું હોય તો લવિંગના પાણીનો ઉપાય કરવો જોઈએ. લવિંગ આયુર્વેદિક ઔષધિ છે. તે પોષક તત્વ થી ભરપૂર હોય છે. ડાયાબિટીસ ઈન્ફ્લેમેશન સંબંધિત બીમારી છે. આ બીમારીમાં પણ લવિંગ ફાયદો કરે છે. ડાયાબિટીસની બીમારીમાં લવિંગનું પાણી પીવાથી લાભ થાય છે. રાત્રે લવિંગ નું પાણી પીવાથી ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ પણ ઘટે છે. 


આ પણ વાંચો:Fruits: બદલાતી ઋતુમાં શરીર માટે અમૃત છે આ 5 ફળ, શરદી-તાવ-ઉધરસ તમારી નજીક પણ નહીં આવે


રાત્રે લવિંગનું પાણી પીવાના ફાયદા 


1. લવિંગનું પાણી રાત્રે પીવાથી ડાયાબિટીસથી લઈને શરીરનું વધારે વજન ઘટાડવામાં મદદ મળે છે. કેટલીક રિસર્ચમાં સામે આવ્યું છે કે વધારે વજન ના કારણે ડાયાબિટીસના લક્ષણ ગંભીર થઈ શકે છે. આ સ્થિતિમાં રાત્રે લવિંગનું પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીર ઝડપથી ચરબી બાળે છે. જેના કારણે વજન તો ઘટે જ છે અને ડાયાબિટીસ મેનેજ કરવામાં પણ મદદ મળે છે. 


2. લવિંગ એન્ટી બેકટેરિયલ તત્વોથી ભરપૂર હોય છે. આ તત્વો મોઢામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. તેનાથી ઓરલ હેલ્થ પણ સુધરે છે. રાત્રે લવિંગ નું પાણી પીવાથી સૌથી વધુ ફાયદો આ બાબતે થાય છે. 


આ પણ વાંચો:Headache: માથાના દુખાવાની દવા ક્યારેય નહીં ખાવી પડે, માથું દુખે ત્યારે કરી લો આ ઉપાય


3. ડાયાબિટીસના દર્દીઓમાં રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે તેઓ ઝડપથી બીમાર પડવા લાગે છે. જો લવિંગ નું પાણી પીવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે વધી જાય છે. 


4. રોજ રાત્રે લવિંગ નું પાણી પીવાથી પાચનતંત્ર પણ મજબૂત બની જાય છે. તેના કારણે બ્લોટીંગ, કબજિયાત, હાઇપર એસિડિટી જેવી સમસ્યામાં આરામ મળે છે. પાચન સંબંધિત આ સમસ્યાઓ ડાયાબિટીસના દર્દીઓમાં વધારે જોવા મળે છે. 


આ પણ વાંચો:હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીર આપે છે આ સંકેત, આવું થાય તો પહોંચી જજો ડોક્ટર પાસે


કેવી રીતે બનાવવું લવિંગનું પાણી ? 


સાંજના સમયે એક ગ્લાસ પાણીમાં પાંચ થી છ લવિંગ ઉમેરો. આ પાણીને ઢાંકીને રાત સુધી રહેવા દો. હવે રાત્રે સુતા પહેલા લવિંગવાળું પાણી પી જવું. જો લવિંગને પાણીમાં પલાળવા ન હોય તો તમે પાણીમાં ઉકાળીને પણ તેને પી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)