Hair Fallની સમસ્યાથી છો પરેશાન? આ તેલથી કરો મસાજ, વાળ ખરતાની સમસ્યા થઈ જશે છૂમંતર
Coconut Oil Benefits for Hair: વાળ ખરતા અટકાવવા માટે નાળિયેર તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે. નાળિયેર તેલથી માલિશ કરવાથી વાળના મૂળ જ મજબૂત નથી થતા પરંતુ રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.
Coconut Oil Benefits for Hair: વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે, જે પુરુષો અને સ્ત્રીઓ બન્નેને અસર કરે છે. તણાવ, હોર્મોનલ ઇમ્બેલન્સ, પોષક તત્વોનો અભાવ, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જેવી અનેક સમસ્યાઓના કારણે વાળ ખરવા લાગે છે. આ સમસ્યા દરેક ઉંમરના લોકોને અસર કરે છે. આનાથી છુટકારો મેળવવા માટે નારિયેળ તેલનો ઉપયોગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
નારિયેળનું તેલ સ્કિન અને વાળ માટે વરદાનથી ઓછું નથી. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ તેલનો ઉપયોગ સ્કિનની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે વાળની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
ફેફસાં માટે ફાયદાકારક છે આ 3 ડ્રિંક્સ, શરીરને ડિટોક્સ કરવામાં પણ કરશે મદદ
નાળિયેર તેલના ફાયદા (Coconut Oil Benefits)
- આ તેલના મોઇશ્ચરાઇઝિંગ ગુણોના લીધે તે વાળને શુષ્ક અને નિર્જીવ થવાથી બચાવે છે. દરરોજ નાળિયેર તેલથી સ્કેલ્પની માલિશ કરવાથી વાળને ભેજ મળે છે. તેમજ વાળ મુલાયમ અને ચમકદાર બને છે.
- તેમાં રહેલા લૌરિક એસિડના ગુણોને કારણે આ તેલ વાળમાં ઝડપથી શોષાઈ જાય છે. આ વાળને હાઇડ્રેટેડ રાખે છે અને ફ્રઝિનેસ ઘટાડે છે, જેના કારણે વાળના મૂળ મજબૂત બને છે.
- દરરોજ તેની માલિશ કરવાથી ડ્રાયનેસ અને ડેન્ડ્રફની સમસ્યામાંથી રાહત મળે છે. તે સ્કેલ્પ અને વાળને ભેજ પ્રદાન કરે છે, જેનાથી સ્કેલ્પની ડ્રાઈનેસ ઓછી થાય છે.
- નાળિયેર તેલ એન્ટીઑકિસડન્ટો અને એન્ટ્રીઇન્ફ્લેમટરી વિરોધી ગુણોથી ભરપૂર હોય છે.સ્કેલ્પમાં થતી એલર્જી અથવા ઈન્ફેક્શન થવા પર આ તેલનો ઉપયોગ અસરકારક સાબિત થઈ શકે છે.
- તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળમાં ચમક આવે છે.
Greasy Hair: શું તમે પણ ચીકણા વાળથી પરેશાન છો? તો આ આદતો બદલો
નાળિયેર તેલ ક્યારે લગાવવું?
આ તેલ ગમે ત્યારે લગાવી શકાય છે, પરંતુ તેને રાત્રે લગાવવું વધુ ફાયદાકારક છે. દરરોજ રાત્રે નારિયેળ તેલથી તમારા વાળ અને સ્કેલ્પ પર સારી રીતે માલિશ કરો અને સવારે તેને હળવા શેમ્પૂથી ધોઈ લો.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી