Cold Drinks Side Effects: કોલ્ડ ડ્રિંક્સ તમામ ઉંમરના લોકોને ભાવે છે. ખાસ કરીને નાના બાળકો અને યુવાનોમાં તો કોલ્ડ ડ્રિંક્સ ખૂબ લોકપ્રિય હોય છે. જો કે વધારે પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક્સનું સેવન શરીર માટે જોખમી છે. તેમાં રહેલી ખાંડ સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. કોલ્ડ ડ્રિંક્સની અસર આ બે રોગ પુરતી મર્યાદિત નથી. તેનાથી શરીને અન્ય ઘણા નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંત અને હાડકાને પણ નુકસાન કરે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ ઘટાડે છે. જેના કારણે આપણા હાડકા નબળા પડી જાય છે. આ સિવાય કોલ્ડ ડ્રિંકના સેવનથી આપણા શરીરમાંથી ઘણા પોષક તત્વો પણ નીકળી જાય છે. જેના કારણે શરીર નબળું પડી જાય છે. 


આ પણ વાંચો:


Curry Leaves: સવારે ચાવીને ખાઈ લેવા આ પાન, પેટની બીમારીથી લઈ ત્વચાની સમસ્યા થશે દુર


Acidity: એસિડીટી થાય તો પીવું આ જ્યૂસ, પીધાની સાથે જ પેટની અગ્નિ થઈ જશે શાંત


ગેસના કારણે દુખે છે માથું? તો આ ઉપાય 10 મિનિટમાં આપશે માથાના દુખાવા અને ગેસથી રાહત


કોલ્ડ ડ્રિંક્સ પીવાથી આ પોષક તત્વોની શરીરમાં સર્જા છે ઉણપ


1. ઝીંક
2. મેગ્નેશિયમ 
3. પોટેશિયમ
4. પ્રોટીન
5. વિટામિન સી
6. વિટામિન કે
7. વિટામિન B12


શરીરમાં જ્યારે આ પોષકતત્વોની ઉણપ સર્જાય છે તો શરીરમાં અનેક બીમારીઓ ઘર કરવા લાગે છે. આ પોષકતત્વો હાડકાની મજબૂતી માટે જરૂરી હોય છે. જો શરીરમાંથી તેનો નાશ થઈ જાય તો હાડકા પોલા થઈ જાય છે અને વારંવાર વ્યક્તિ બીમાર પણ પડવા લાગે છે. તેથી નિયમિત રીતે કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમને પણ વારંવાર કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત હોય તો તેને તુરંત બદલો. 



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)