CoronaVirus: કોરોનાના નવા વેરિએન્ટે આપી દસ્તક, જાણો ઓમિક્રોન કરતા કેટલો વધુ ખતરનાક
દુનિયાના અનેક દેશોમાં હાલ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં તેના કારણે અનેક શહેરોમાં લોકડાઉન લાગૂ છે. આ બધા વચ્ચે કોરોના વાયરસના એક નવા વેરિએન્ટ XE એ દસ્તક આપી છે.
નવી દિલ્હી: દુનિયાના અનેક દેશોમાં હાલ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં તેના કારણે અનેક શહેરોમાં લોકડાઉન લાગૂ છે. આ બધા વચ્ચે કોરોના વાયરસના એક નવા વેરિએન્ટ XE એ દસ્તક આપી છે. WHO એ કહ્યું કે આ નવો વેરિઅન્ટ ઓમિક્રોનથી પણ 10 ગણો વધુ ચેપી છે.
બ્રિટનની બ્રિટિશ હેલ્થ સિક્યુરિટી એજન્સીના હાલમાં થયેલા એક અભ્યાસથી જાણવા મળે છે કે વર્તમાનમાં 3 હાઈબ્રિડ કોવિડ વેરિએન્ટ ચાલે છે. જેમાં ડેલ્ટા અને BA.1 ના કોમ્બિનેશનથી પેદા થયેલા બે અલગ અલગ વેરિએન્ટ XD અને XF છે. જ્યારે ત્રીજો XE છે. રિપોર્ટ મુજબ XE વેરિએન્ટ જૂના ઓમિક્રોનના બે સબ લીનેજ BA.1 અને BA.2નો રીકોમ્બિનેન્ટ સ્ટ્રેન છે. જો કે WHO એ પોતાના હાલના રિપોર્ટમાં કહ્યું છે કે જ્યાં સુધી XE વેરિએન્ટના ટ્રાન્સમિશન અને બીમારીના વ્યવહારમાં મહત્વપૂર્ણ ફેરફાર ન આવે ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિએન્ટ સાથે જોડીને જોવામાં આવશે.
INSECT-BORNE DISEASES: કોરોના બાદ હવે આ વાયરસ મચાવશે તબાહી? WHO એ કર્યો ચોંકાવનારો ખુલાસો
600થી વધુ XE કેસની પુષ્ટિ
WHO નું કહેવું છે કે BA.2 સબ વેરિએન્ટ હવે દુનિયાભર માટે સૌથી મોટી ચિંતાનું કારણ બનેલો છે. જેના સીક્વેન્સ્ડ કેસની સંખ્યા લગભઘ 86 ટકા છે. અત્રે જણાવવાનું કે XE સ્ટ્રેન અંગે પહેલીવાર યુકેમાં 19 જાન્યુઆરીના રોજ ખબર પડી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં 600થી વધુ XE કેસની પુષ્ટિ થઈ છે. બ્રિટનની હેલ્થ સિક્યુરિટી એજન્સીના એક્સપર્ટ સુજૈન હોપકિંગ્સનું કહેવું છે કે હાલ નવા વેરિએન્ટ XE ની સંક્રામકતા, ગંભીરતા અંગે તારણ કાઢવા માટે પૂરતા પુરાવા નથી. તેના પર રસી કામ કરશે કે નહીં તે પણ ખબર નથી.
કેટલો જોખમી છે આ રિકોમ્બિનેન્ટ વેરિએન્ટ?
એક્સપર્ટનું કહેવું છે કે રિકોમ્બિનેન્ટ વેરિએન્ટ પણ પહેલાના વેરિએન્ટ જેવા જ જોખમી બની શકે છે. તેમા એક જ વાયરસના (જેમ કે XE કે XF) થી સ્પાઈક અને સંરચનાત્મક પ્રોટીન હોય છે. તેમાંથી XD સૌથી વધુ ચિંતાજનક વેરિએન્ટ લાગી રહ્યો છે. આ વેરિએન્ટથી સંક્રમિત દર્દી નેધરલેન્ડ, જર્મની, અને ડેનમાર્કમાં મળી ચૂક્યા છે.
Emergency in Sri Lanka: ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં સ્થિતિ વણસી, કટોકટીની જાહેરાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube