Coronaviurs Test: હવે નહીં બચી શકે કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ, માત્ર 1 કલાકમાં આવી જશે રિઝલ્ટ
CoVarScan for Coronaviurs Test: અમેરિકન વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના પરીક્ષણ માટે એક નવી પદ્ધતિની શોધ કરી છે, જેની મદદથી માત્ર એક જ કલાકમાં તમામ પ્રકારના વેરિયન્ટ અંગે જાણી શકાય છે.
New Coronavirus Testing CoVarScan: છેલ્લા કેટલાક દિવસોમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના સંક્રમણે ફરી એકવાર જોર પકડ્યું છે અને ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના સબ-વેરિઅન્ટ્સ પણ જોવા મળ્યા છે. આ બધાની વચ્ચે જ વૈજ્ઞાનિકોએ કોવિડ-19 પરીક્ષણની નવી પદ્ધતિની શોધ કરી છે, જે માત્ર એક કલાકમાં કોરોના વાયરસના તમામ પ્રકારોને શોધી કાઢશે. તમને જણાવી દઈએ કે RTPCR ટેસ્ટમાં કોવિડ-19ને શોધવામાં લગભગ 24 કલાકનો સમય લાગે છે, જ્યારે વિવિધ વેરિયન્ટના પ્રકાર શોધવામાં ઘણા દિવસો નીકળી જાય છે.
નવી ટેસ્ટિકલ ટેક્નોલોજીનું નામ: CoVarScan
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના હાલના તમામ વેરિયન્ટ ઝડપથી અને સચોટ રીતે ઓળખવા માટે પરીક્ષણની એક નવી પદ્ધતિ વિકસાવી છે. આ પરીક્ષણને CoVarScan નામ આપવામાં આવ્યું છે, જે SARS-CoV-2ના હાલના તમામ વેરિયન્ટને માત્ર એક કલાકમાં શોધી શકે છે.
વૈજ્ઞાનિકોએ કર્યુ 4000 નમૂનાઓનું પરીક્ષણ:
યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના સંશોધકોએ 4,000થી વધુ દર્દીઓ પાસેથી એકત્ર કરાયેલા નમૂનાઓની તપાસ કર્યા બાદ તારણ પ્રકાશિત કર્યા છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે CoVarScan કોરોના વાયરસના હાલના તમામ પ્રકારોને ચોક્કસ રીતે શોધી શકે છે.
સરળતાથી જાણી શકાશે કોરોના વેરિયન્ટ:
સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર અને અભ્યાસના વરિષ્ઠ લેખક જેફરી સોરેલે જણાવ્યું હતું કે પરીક્ષણની આ પદ્ધતિનો ઉપયોગ કરીને, આપણે ખૂબ જ ઝડપથી એ નક્કી કરી શકીશું કે કોવિડ-19નો કયો પ્રકાર લોકોને સંક્રમિત કરી રહ્યો છે અને જો કોઈ નવો વેરિયન્ટ આવ્યો હશે તો તેના વિશે પણ જાણી શકાશે.
હાલ વેરિયન્ટ શોધવામાં લાગે છે સમય:
તમને જણાવી દઈએ કે હાલમાં કોરોના વાયરસ ટેસ્ટિંગની તમામ પદ્ધતિઓમાં ઘણો સમય લાગે છે. કોવિડ-19ને શોધવા માટે RTPCR ટેસ્ટમાં લગભગ 24 કલાક લાગે છે, જ્યારે વિવિધ પ્રકારો શોધવા માટે તો ઘણા દિવસે નીકળી જાય છે. અને તેમાં પણ વેરિયન્ટ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગની પણ મદદ લેવી પડે છે.