કોરોના શરીરમાં પ્રવેશતા સૌથી પહેલા શું થાય છે? અંગો વચ્ચે કેવી રીતે ફરે છે વાયરસ? આ રહ્યાં બધા જવાબ
- હુમલો કરનાર વાયરસ ખુદની કોપી બનાવે છે અને તમારા શરીરમાં મલ્ટીપ્લાય થાય છે.
- સ્વસ્થ કોશિકાઓ પર હુમલો કરતા કરતા આ વાયરસ તમારા સમગ્ર શરીરમાં ફરવા લાગે છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસને કારણે થતી બીમારી કોવિડ 19 (COVID-19) સૌથી વધુ રેસ્પિરેટરી ટ્રેકને નુકસાન પહોંચાડે છે. રેસ્પિરેટરી ટ્રેક્ટ મોઢું, નાક, ગળા અને ફેફસાની વચ્ચે વાયુમાર્ગે હોય છે. કોરોના વાયરસ એ જ જગ્યાએ એટેક કરે છે, જ્યાં કોમન કોલ્ડ એટલે કે શરદી થાય છે. પરંતુ કોવિડ 19 તમારા ફેફસા સહિત તમારા રેસ્પિરેટરી ટ્રેકમાં ઊંડે સુધી જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે તમારા શરીરમાં કોરોના વાયરસ એટેક કરે છે, તો શરીરની ઈમ્યુન સિસ્ટમ પલટવાર કરે છે. તેનો મુખ્ય સંકેત કે લક્ષણ તાવ છે. આ સાથે જ તમને ખાંસી પણ થઈ શકે છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તમારા શરીરમાં એવી એવી બાબતો થાય છે, જેના વિશે આપણે જાણતા પણ નથી.
કોરોના શરીર પર કેવી રીતે એટેક કરે છે
કોરોના વાયરસ સ્વસ્થ કોશિકાઓમાં પ્રવેશ કરીને તમારા શરીરને સંક્રમિત કરે છે. હુમલો કરનાર વાયરસ ખુદની કોપી બનાવે છે અને તમારા શરીરમાં મલ્ટીપ્લાય થાય છે. કોરોના વાયરસ સ્વસ્થ કોશિકાઓ ખાસ કરીને ફેફસામાં રહેલ સ્વસ્થ કોશિકાઓ પર રહેલ રિસેપ્ટર્સ પર પોતાની ચોટદાર સપાટીના પ્રોટીનને છોડે છે. વિશેષ રૂપથી ACE2 રિસેપ્ટર્સના માધ્યમથી વાયરલ પ્રોટીન કોશિકાઓમાં ફેલાઈ જાય છે. એકવાર કોરોના વાયરસના અંદર પહોંચી જવા પર તે સ્વસ્થ કોશિકાઓ પર હુમલો કરે છે. અંતે તે સ્વસ્થ કોશિકાઓને ખતમ કરે છે.
તમારા શરીરમાં કોરોના કેવી રીતે ફરે છે
સ્વસ્થ કોશિકાઓ પર હુમલો કરતા કરતા આ વાયરસ તમારા સમગ્ર શરીરમાં ફરવા લાગે છે. વાયરસ સંક્રમિત વ્યક્તિની ખાંસી, છીંક કે શ્વાસના માધ્યમથી નીકળનાર ટીપાંના માદ્યમથી ફેલાવાનું શરૂ કરે છે. તે હવા કે પછી સપાટી પર હોઈ શકે છે. જેમ કે, તમે વાયરલ ડ્રોપલેટ પ્રભાવિત જગ્યાઓને સ્પર્શો છો અને પછી તમે તમારા ચહેરા, નાક, મોઢું અને આંખને સ્પર્શ કરો છો તો તમારા સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે. તેનાથી વાયરસ તમારા ગળામાં રહેલ શ્લેશમ ઝિલ્લી (Mucous Membranes) માં પહોંચી જાય છએ. જો વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ગયો છે, તો 2 થી 14 દિવસમાં તમારામાં નીચેના લક્ષણો દેખાવા લાગ્યા છે.
તાવ
ખાંસી
થાક લાગવો
ઠંડી કે કમકમાટી થવી
શ્વાસ લેવામાં તકલીફ
શરીરમાં દર્દ
ગળામાં ખારાશ
માથાનો દુખાવો
નાક વહેવું
સ્વાદ અને ગંધ ન સમજ આવવી
ઉલટી થવી