શું તમે જાણો છો કે કોરોના શરીરના આ એક ખાસ ભાગને કરી રહ્યું છે પ્રભાવિત
કોરોના મહામારીની (Coronavirus) બીજી લહેરનો ભલે કહેર ઓછો થઈ ગયો હોય તેમ છતાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સરકારને ભય પણ છે. નિષણાંતોનું કહેવું છે કે, લોકોએ ફરીથી બેદરકારી દાખવી તો બીમારી પહેલા જેવો કહેર વર્તાવી શકે છે.
નવી દિલ્હી: ડોક્ટરના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ પહેલાથી કેન્સર, હાર્ટ, કિડની, સુગર અથવા અન્ય કોઈ બીમારીથી પીડિત છે તો તેને વધારે ધ્યાન આપવાની જરૂરીયાત છે. તેની થોડી પણ બેદરકારી તેના અને પરિવાર માટે ભારે પડી શકે છે.
કોરોના વાયરસનો કિડની પર અસર
ડોક્ટરના જણાવ્યા અનુસાર હોસ્પિટલ પહોંચતા કોરોના (Coronavirus) દર્દીઓમાં લગભગ 25 ટકા દર્દીઓને કિડની (Kidney) અને પેશાબ સંબંધિત બિમારી પણ થઈ છે. એવા દર્દીઓને ગ્લોમેરૂલો નેફ્રાઈટિસની સમસ્યા થાય છે. આ બીમારીમાં પેશાબમાં પ્રોટીન અને લોહીનો સ્ત્રાવ થવા લાગે છે. તેનાથી કિડનીની કાર્યપ્રણાલી પર તો અસર થતી નથી. તેમ છતાં દર્દીઓને તરત ડોક્ટરથી સંપર્ક કરવાની જરૂરીયાત પડે છે.
આ પણ વાંચો:- તમે જેના ભજીયા બનાવીને ખાઓ છો એ બેસન નકલી તો નથી ને? જલ્દી આ રીતે ઓળખો, નહીં તો થવું પડશે હોસ્પિટલ ભેગા!
થઈ શકે છે એક્યૂટ કિડની ફેલિયર
ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ (Coronavirus) ફેફસા દ્વારા લોહીની નસોમાં પહોંચી કિડની અને બીજા અંગોને નુકસાન પહોંચાડી શકે છે. હોસ્પિટલમાં દાખલ ઘણા દર્દી એક્યૂટ કિડની (Kidney) ફેલિયરના પણ શિકાર થયા છે. એવામાં દર્દીઓને બચાવવા માટે તેમને ડાયલિસિસ પર રાખવાની જરૂરીયાત પડે છે.
સંભાળીને ઉપયોગ કરો સ્ટેરોયડ
કોરોનાની (Coronavirus) સારવારમાં હાલમાં સ્ટેરોયડનો મોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યોગ્ય પ્રમાણમાં તેને આપવા પર કિડનીને નુકસાન થતું નથી. જો કે, તેનો અનિયંત્રિત ઉપયોગ કરવાથી બ્લડ સુગર બેકાબુ થઈ શકે છે. જેની સીધી અસર તમારી કિડની (Kidney) પર પડે છે. એવામાં ઘરમાં રહી કોરોનાની સારવાર કરાવતા લોકોને સ્ટેરોયડના સેવનથી પહેલા ડોક્ટર સાથે કન્સલ્ટ કરવું જરૂરી છે.
આ પણ વાંચો:- ક્યારેય ખાધું છે આ રાવણાંનું ફળ, ડાયાબિટિસનો છે રામબાણ ઈલાજ
પોતાનું વલણ પોઝિટિવ રાખે દર્દી
ડોક્ટર કહે છે કે, કોરોનાથી (Coronavirus) સંક્રમિત કિડનીના (Kidney) દર્દીઓએ સાવધાન રહેવાની જરૂરીયાત છે. જો તે આ મહામારીથી સંક્રમિત થયા છે તો ડરે નહીં. તે સારા ડોક્ટરની સલાહ લઈને તેની સારવાર શરૂ કરી શકે છે. સૌથી મોટી વાત તમારું વલણ પોઝિટિવ રાખવું જોઈએ. જો પહેલા જ બીમારીથી હારી જશો તો વાયરસ વધુ ઝડપથી હુમલો કરે છે.
શું કરવું, શું ન કરવું
જો કોઈ કિડનીનો દર્દી (Kidney Patients) કોરોના સંક્રમિત થાય છે તો કિડની (Kidney) ફંકશન ટેસ્ટ જરૂર કરાવે. બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે. મીઠાનું સેવન ઓછું કરે. દુખાવો અથવા તાવ વવા પર પેરાસિટામોલ લે અને પેનકિલરનું સેવન ના કરે. ઘરથી બહાર ના નીકળો. ડાયાલિસિસ કરાવનાર દર્દી હોસ્પિટલમાં ખાવામાં ધ્યાન આપે. ઘરે પરત ફરી કપડા ચેન્જ કરે, સાબુથી હાથ મો ધોયા બાદ આહાર ગ્રહણ કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube