નવી દિલ્હી: અમેરિકાની દવા નિર્માતા જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન (johnson and johnson)એ બુધવારના કોવિડ-19 વેક્સિન (covid-19 vaccine)ના ત્રિજા તબક્કાના ટ્રાયલની શરૂઆતની જાહેરાત કરી છે. કંપનીના આ પગલાંથી આ વર્ષના અંત સુધીમાં વેક્સિન લોન્ચ થવાની આશા છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર હેલ્થ (એનઆઇએચ)એ કહ્યું કે ટ્રાયલ માટે અમેરિકા સહિત દુનિયાભરમાં 200થી વધુ જગ્યાઓ પર લગભગ 60,000 લોકોને ભરતી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે જ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન કોરોના વાયરસ (coronavirus)ની સામે રસીના ત્રિજા તબક્કાનું પરીક્ષણ કરનાર દુનિયાની 10મી અને અમેરિકાની 4 નિર્માતા બની ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Corona, શરદી તથા ફ્લૂ વચ્ચે શું ફરક? ખાસ જાણો 


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ પરીક્ષણમાં તેની ચકાસણી કરવામાં આવશે કે સિંગલ ડોઝ રસી કોવિડ-19ને રોકવામાં અસરકારક છે કે નહીં. આ કોવિડ-19ની કોઈપણ રસી પર અત્યાર સુધીમાં લેવામાં આવેલા તમામ પરીક્ષણો કરતાં મોટું હશે. અગાઉ, કોઈપણ રસી 30,000 લોકો પર પરીક્ષણ કરવામાં આવી હતી.


જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની રસીનું મુખ્ય લક્ષણ તેને અન્ય રસીથી અલગ બનાવે છે. જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનનો દાવો છે કે આ પહેલી રસી હોઈ શકે છે જે એક ડોઝમાં વાયરસને દૂર કરી શકે છે.


આ પણ વાંચો:- દેશના આ 7 રાજ્યના 60 જિલ્લામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, કુલ કેસ 57 લાખને પાર


આગામી વર્ષ એપ્રિલમાં આવશે કોરોના વેક્સિન
કોવિડ-19ના વધી રહેલા કેસ વચ્ચે દુનિયાભરમાં કોરોના વેક્સિનની રાહ જોવાઇ રહી છે. આ વચ્ચે હવે અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સીડીસી)ના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડએ કહ્યું કે, આગામી વર્ષ એપ્રિલ (એપ્રિલ 2021) સુધીમાં કોરોના વાયરસની વેક્સિન તમામ અમેરિકનો માટે ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, ગત સપ્તાહ તેમનું નિવેદન ખોટી રીતે લેવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:- હવે તમને કોરોનાથી બચાવશે ડેંગ્યૂના મચ્છર, વિશ્વાસ ન થતો હોય તો આ સમાચાર વાંચો


તેમણે કહ્યું, 'સલામતી અને અસરકારકતા સાથે સમાધાન કર્યા વિના અમે રસી મેળવવા માટે બધું કરવા માંગીએ છીએ. અમે આ નહીં કરીએ. અમને એવી રસી તૈયાર જોઈએ છે જેથી જીવન બચાવી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube