Correct Way Of Making Tea: આપણામાંથી ઘણા એવા છે જેઓ દિવસની શરૂઆત 'બેડ ટી'થી કરે છે અને દિવસભરમાં ઘણા કપ ચા પીવે છે. ભારતમાં કરોડો લોકો આ પીણાની તલબ હોય છે, આપણા દેશમાં પાણી પછી બીજા નંબરનું સૌથી વધુ પીવામાં આવતું પીણું ચા છે. ઇચ્છિત સ્વાદ મેળવવા માટે આપણે તેને ઘરે જ બનાવવાનુ પસંદ કરીએ છીએ. સ્વાદ માટે ચામાં આદુ, કાળા મરી, તુલસી અને એલચી જેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે. દૂધ અને ખાંડની ચા વધુ પ્રમાણમાં પીવી ખતરનાક છે, પરંતુ જો તમે તેને બનાવતી વખતે કેટલીક ભૂલો કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને વધુ નુકસાન પણ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચા બનાવતી વખતે ક્યારેય ન કરશો આવી ભૂલો 


ચા બનાવવી કેટલાક લોકોનો શોખ હોય છે, પરંતુ આ દરમિયાન આપણે ઘણીવાર કેટલીક ભૂલો કરી બેસીએ છીએ જે યોગ્ય નથી.


આ પણ વાંયો:
જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના ખુલાસાથી મચી સનસની
રાશિફળ 15 ફેબ્રુઆરી: ગ્રહોનો વિશેષ સંયોગ આ જાતકોને કરાવશે ખુબ લાભ
Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ


ઘણા લોકો પહેલા દૂધને ઉકાળે છે અને જ્યારે તે સંપૂર્ણપણે ઉકળી જાય છે ત્યારે તેમાં પાણી, ખાંડ અને ચાની પત્તી મિક્સ કરે છે, આ પદ્ધતિ ખોટી છે.



કેટલાક લોકોને સ્ટ્રોંગ ટી પીવાની ઈચ્છા હોય છે, આવી સ્થિતિમાં તેઓ ચાને વધારે પ્રમાણમાં ઉકાળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.


જો તમે ચાના તમામ ઈનગ્રીડીયન્ટ્સને એકસાથે મિક્સ કરીને લાંબા સમય સુધી ઉકાળો તો તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા થઈ શકે છે.


જે લોકો ચામાં વધુ ખાંડ ઉમેરે છે, તેમનું બ્લડ શુગર લેવલ વધી જાય છે, જે ભવિષ્યમાં મોટાપા અને ડાયાબિટીસનું કારણ બની શકે છે.


આ પણ વાંયો:
CBSE Exam આજથી, 26 રાજ્યમાં 38 લાખ બાળકો 191 વિષયની પરીક્ષા આપશે
સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?
Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher


ચા બનાવવાની સાચી રીત
બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂશન અનુસાર, ચા બનાવવા માટે સૌથી પહેલા 2 વાસણો લો. એકમાં દૂધ ઉકાળો અને બીજામાં પાણી ઉકાળો. વચ્ચે વચ્ચે ચમચીની મદદથી દૂધને હલાવતા રહો. હવે ઉકળતા પાણીમાં ચાના પાંદડા અને ખાંડ મિક્સ કરો અને તમારા મનપસંદ મસાલા પણ ઉમેરો. બંને વાસણમાં વસ્તુઓ ઉકાળી લો. પાણી અને ચાના મિશ્રણમાં ઉકાળેલું દૂધ મિક્સ કરો. તેને ફરીથી ઉકાળો અને પછી તેને ગેસ પરથી ઉતારી લો અને તેને એક કપમાં ગાળી લો. આમ કરવાનો હેતુ એ છે કે દૂધ અને ચાની પત્તીવાળા પાણીને લાંબા સમય સુધી એકસાથે ન ઉકાળવું જોઈએ, કારણ કે તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)