Cross Leg Sitting: પગ પર પગ ચઢાવીને બેસવાથી વધે છે બીમારીઓ, મહિલાઓએ તો તુરંત છોડી દેવી આ આદત
Cross Leg Sitting: ઘણા લોકોને પગ પર પગ ચઢાવીને બેસવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? ડોક્ટરોનું કહેવું છે કે પગ પર પગ ચઢાવીને બેસવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
Cross Leg Sitting: ઘણા લોકોને પગ પર પગ ચઢાવીને બેસવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? ડોક્ટરોનું કહેવું છે કે પગ પર પગ ચઢાવીને બેસવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ તો વેરિકોઝ વેંસથી લઈ ગર્ભવતી મહિલાઓને સમસ્યા વધારે થાય છે. એટલું જ નહીં ક્રોસ લેગ સીટીંગથી હાઈ બ્લડ પ્રેશરનું પણ જોખમ રહે છે.
પગ પર પગ ચઢાવીને બેસવાથી થતા નુકસાન
આ પણ વાંચો: આ 5 લક્ષણો જણાવે છે મગજ થઈ ગયું છે ટોક્સિક, આ રીતે મગજને કરો ડિટોક્સ
પગને ક્રોસ કરીને બેસવાથી રક્તપ્રવાહમાં બાધા ઉત્પન્ન થાય છે. તેનાથી વેરિકોઝ વેનનું જોખમ વધે છે. આ પોશ્ચર ગર્ભવતી મહિલાઓ માટે વધારે હાનિકારક છે. તેનાથી ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી રક્તપ્રવાહ ધીમો થઈ જાય છે. તેના કારણે પગમાં દુખાવો, સોજો અને થાક રહે છે.
આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં ક્રોસ લેગ પોઝીશનથી ભ્રુણની સ્થિતિ પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી પ્રસવમાં જટીલતા ઉત્પન્ન થઈ શકે છે.
આ પણ વાંચો: દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થશે આ તકલીફ
હાઈ બ્લડ પ્રેશર
રિસર્ચ અનુસાર ક્રોસ લેગ કરીને બેસવાથી બ્લડ પ્રેશર 8 ટકા સુધી વધી શકે છે. તેનાથી ધમનીઓ પર દબાણ વધે છે. જેમાં હૃદયને વધારે મહેનત કરવી પડે છે. જે લોકોને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે આ પોશ્ચરમાં બેસવાનું ટાળવું જોઈએ.
કમરનો દુખાવો
ક્રોસ લેગ પોશ્ચરમાં બેસવાથી કમરનો દુખાવો રહે છે અને સ્નાયૂમાં પણ દુખાવો વધી જાય છે. તેના કારણે ગરદન અને ખભામાં પણ દુખાવો વધે છે.
આ પણ વાંચો: ઓવેરિયન કેન્સર અને વજાઇનલ ડિસ્ચાર્જ વચ્ચે સંબંધ છે? આ લક્ષણો પ્રત્યે ન રહો બેદરકાર
સાઈડ ઈફેક્ટથી બચવા શું કરવું ?
જ્યારે પણ તમે બેસો ત્યારે પીઠને સીધી રાખીને બેસો. પગને જમીન પર સપાટ રાખો. જો કલાકો સુધી બેસીને કામ કરવું પડતું હોય તો દર 30 મિનિટે પોતાની સ્થિતિ બદલો. આ ઉપરાંત નિયમિત વ્યાયામ કરો. તેનાથી સ્નાયૂ મજબૂત બનશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)