પગ પર પગ ચડાવીને બેસતા હોવ તો સાવધાન! High BP સહિત આ સમસ્યાઓનું જોખમ
શું તમને ખબર છે કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે? ડોક્ટરોનું કહેવું છે કે પગને ક્રોસ કરીને બેસવું વેરિકઝ વેન્સ (નસોમાં સોજા) અને ગર્ભવતી મહિલાઓમાં જન્મ સંબંધિત જટિલતાઓનું કારણ બની શકે છે તથા હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધે છે.
અનેક લોકોને બેસતી વખતે પગ પર પગ ચડાવીને બેસવાની આદત હોય છે. આ રીતે બેસવાથી તેમને આરામદાયક લાગે છે. પરંતુ શું તમને ખબર છે કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે? ડોક્ટરોનું કહેવું છે કે પગને ક્રોસ કરીને બેસવું વેરિકઝ વેન્સ (નસોમાં સોજા) અને ગર્ભવતી મહિલાઓમાં જન્મ સંબંધિત જટિલતાઓનું કારણ બની શકે છે તથા હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ વધે છે.
પગ પર પગ ચડાવીને બેસવાથી થતું નુકસાન...
વેરિકોઝ વેન્સ અને ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓ
પગને ક્રોસ કરીને બેસવાથી લોહીના પ્રવાહમાં સમસ્યા ઊભી થઈ શકે છે. જેનાથી વેરિકોઝ વેન્સ (નસોમાં સોજા)નું જોખમ વધે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ ખાસ કરીને હાનિકારક હોય છે. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન લોહીનો પ્રવાહ પહેલેથી જ ધીમો હોય છે. તેનાથી પગોમાં સોજા, દુખાવો, અને થાક થઈ શકે છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓમાં ક્રોસ લેગ કરીને બેસવાથી ભ્રૂણની સ્થિતિ ઉપર પણ પ્રભાવ પડી શકે છે. તેનાથી પ્રસવમાં વિલંબ કે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
હાઈ બ્લડ પ્રેશનરની સમસ્યા
અભ્યાસથી ખબર પડે છે કે પગને ક્રોસ કરીને બેસવાથી બ્લડ પ્રેશર 8% સુધી વધી શકે છે. આવું એટલા માટે કારણ કે તે પોશ્ચર ધમનીઓ પર દબાણ નાખે છે. જેનાથી હ્રદયે વધુ મહેનત કરવી પડે છે. આવામાં જો તમને પહેલેથી જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો ક્રોસ લેગ્ડ બેસવાથી ખાસ બચવું જોઈએ.
પીઠનો દુખાવો અને માંસપેશીઓમાં ખેંચાણ
પેગને ક્રોસ લેગ કરીને બેસવાથી પીઠની માંસપેશીઓ પર તણાવ વધી જાય છે. જેનાથી પીઠ દુખાવો અને માંસપેશીઓમાં ખેંચાણ હોઈ શકે છે. તે ગળા અને ખભામાં દર્દ પણ પેદા કરી શકે છે.
સાઈડ ઈફેક્ટ્સથી બચવાની રીત
જ્યારે તમે બેસો તો તમારી પીઠ સીધી રાખો અને તમારા પેરોને જમીન પર સપાટ રાખો. જો તમારે લાંબા સમય સુધી બેસવાનું હોય તો દર 30 મિનિટે તમારી સ્થિતિ બદલતા રહો. દર કલાકે કેટલીક મિનિટો માટે ઊભા થાઓ અને ફરો. આ સિવાય નિયમિત વ્યાયામ કરો તેનાથી માંસપેશીઓને મજબૂત બનવામાં અને લચીલાપણું વધારવામાં મદદ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube