Cumin And Honey: જીરું અને મધ ખાવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો ખાવાની સાચી રીત કઈ છે ?
Cumin And Honey: જીરું અને મધ તમારા ઘરમાં પણ હશે જ, પરંતુ આજ સુધી તમે તેનો ઉપયોગ આ રીતે નહીં કર્યો હોય, જો તમે આ રીતે જીરું અને મધ ઉપયોગમાં લેશો તો શરીરમાં ગજબના ફાયદા જોવા મળશે.
Cumin And Honey: જીરું એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરના રસોડામાં સરળતાથી મળી રહે છે. જીરુંનો ઉપયોગ કરીને ભોજનનો સ્વાદ વધારવામાં આવે છે. મસાલા તરીકે વપરાતું જીરું સ્વાસ્થ્યને લાભ કરે છે. સામાન્ય રીતે જીરાનો ઉપયોગ દાળ અને શાકમાં વઘાર માટે થાય છે પરંતુ આ જીરું મધ સાથે લેવાથી શરીર માટે દવા જેવું કામ કરે છે.
આ પણ વાંચો: Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
આયુર્વેદમાં જીરું અને મધના મિશ્રણને ઔષધી તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. જીરું અને મધ અલગ અલગ પ્રકારના પોષક તત્વ થી ભરપૂર હોય છે. આ પોષક તત્વો શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. નિયમિત રીતે જો જીરું અને મધ લેવામાં આવે તો પાચનતંત્રની તકલીફોથી લઈને વધતાં વજનની તકલીફને દૂર કરી શકાય છે. તો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ કે મધ અને જીરૂંનો ઉપયોગ કરવાથી કેવા ફાયદા થાય છે અને તેનું સેવન કેવી રીતે કરવું ?
આ પણ વાંચો: Roti: દિવસમાં 1 વાર ખાવી આ લોટની રોટલી, જમ્યા પછી ક્યારેય હાઈ નથી થાય બ્લડ શુગર
વજન ઘટાડે છે
જીરું અને મધ વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. જીરું અને મધમાં ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી શરીરના સોજા ઓછા કરવામાં પણ મદદ મળે છે. જીરું અને મધનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. જેનાથી ઝડપથી ચરબી ઓગળે છે. જીરું અને મધનું નિયમિત સેવન કરવાથી વજન ઝડપથી ઉતરે છે.
આ પણ વાંચો: શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
પાચનતંત્ર રહેશે સારું
જીરું અને મધ એક સાથે લેવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે. ફાઇબરથી ભરપૂર જીરું પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. મધ સાથે જીરું લેવાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે અને પાચન એન્જાઈમ એક્ટિવ રહે છે. નિયમિત રીતે મધ અને જીરું લેવાથી ગેસ, અપચો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે.
આ પણ વાંચો: Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
ઈમ્યુનિટી બુસ્ટ થશે
જીરું અને મધ લેવાથી શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થઈ શકે છે. તેમાં એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેનાથી શરદી, ઉધરસ અને એલર્જીની તકલીફોથી બચી શકાય છે.
આ પણ વાંચો: ઠંડીમાં આ 5 ફળ ખાવા નહીં, ખાતા હોય તો તુરંત બંધ કરજો, બીમારીનું ઘર બની જાશે શરીર
ડાયાબિટીસ
જીરું અને મધ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જીરું અને મધ શરીરમાં ઇન્સ્યુલિન સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારક છે. મધ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે નિયમિત રીતે જીરૂં અને મધ લેવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
આ પણ વાંચો: Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે
હાર્ટ રહેશે હેલ્ધી
જીરું અને મધ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોઈ શકે છે. આ બંને વસ્તુ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત રીતે જીરું અને મધ લેવાથી હૃદય સંબંધિત રોગનું જોખમ ઘટે છે.
આ પણ વાંચો: Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?
જીરૂં અને મધનું સેવન કેવી રીતે કરવું ?
રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળો. બીજા દિવસે સવારે પાણીને સારી રીતે ઉકાળો અને પછી ગાળી લો. પાણી જ્યારે ઠંડુ થાય ત્યારે તેમાં એક ચમચી મધ મિક્સ કરો અને ખાલી પેટ પી લો. નિયમિત રીતે આ રીતે જીરું અને મધનું પાણી પીશો તો ઉપર જણાવેલા ફાયદા થવા લાગશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)