કયારે અમૃત બની જાય છે દહીં? શું છે દહીં ખાવાની સાચી રીત? જાણો દહીં ખાવાના 10 ફાયદા
CURD BENEFITS: દહીંમાં રહેલાં પોષક તત્ત્વો શરીરની એનર્જી અને સ્ટેમિના વધારે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે પણ દહીં એક સુપરફૂડ છે. દહીંમાં રહેલું પ્રોટીન અને કેલ્શિયમ સ્થૂળતા ઘટાડે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે પણ અમૃત સમાન છે દહીં. જાણો દહીં ખાવાના ચમત્કારિક ફાયદા...
Curb Benefits: બદલાતા સમયની સાથે લોકોનું જીવન ધોરણ પણ બદલાઈ ગયું છે. હવે લોકો ઘડિયાળના કાંટાની સાથે દોડતા ભાગતા જીવન જીવે છે. આજની ભાગદોડભરી જિંદગીમાં ખાવા-પીવામાં ધ્યાન આપી શક્તા નથી, જેના કારણે આપણે અનેક બીમારીઓનો શિકાર બની એ છીએ. ત્યારે જો તમે તમારા આહારમાં નિયમિત દહીંનું સેવન કરવાનું શરૂ કરશો તો તમને અનેક સમસ્યામાંથી કાયમી છૂટકારો મળી જશે. કારણકે, દહીંમાં રહેલાં ખાસ પ્રકારના પોષક તત્ત્વો તમને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. સાથે જ તમારી ઈનર સ્ટ્રેન્થને પણ મજબૂત બનાવે છે. દહીં એક સુપર ફૂડ છે એવું કહીએ તો પણ ચાલે. દૂધની સરખામણી દહીંમાં પ્રોટીન હોય છે. શરીરમાં ઊર્જા વધારવા, ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. શાકાહારી લોકો માટે દહીં પ્રોટીનનો બેસ્ટ વિકલ્પ છે.
જાણો દહીં ખાવાના 10 સૌથી મોટા ફાયદાઃ
1) હાઈ બ્લડ પ્રેશર-
દહીં તમને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી બચવા માટે તમારે દરરોજ તમારા આહારમાં દહીંનું સેવન કરવું જોઈએ. દહીં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
2) વેઈટ લોસ-
જે લોકોને વજન વધારાની સમસ્યા હોય તો દહીંમાં જીરું મિક્સ કરીને ખાવાથી વજન ઓછું થાય છે. આ માટે પહેલા જીરાને શેકીને પીસી લો, બાદમાં દહીં સાથે મિક્સ કરીને ખાઓ.
3) કફની સમસ્યા-
દહીં સાથે ખાંડ મિક્સ કરીને ખાવામાં આવે તો કફની સમસ્યા દૂર થાય છે અને શરીરને ઊર્જા મળે છે. તો ઘણા લોકો ઘરેથી બહાર નીકળતાં પહેલાં દહીં અને ખાંડ ખાઈને જતા હોય છે.
4) એસિડિટી-
જે લોકોને હંમેશા એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમણે દહીંમાં સિંધાલૂણ મિક્સ કરીને ખાવું જોઈએ. પેટની કોઈપણ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દહીં અચૂક ખાવું જોઈએ. મોઢામાં ચાંદાં હોય તોપણ દહીં અને અજમો ખાવાથી રાહત મળે છે.
5) કબજિયાત-
જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેઓ દહીંમાં કાળા મરી મિક્સ કરીને ખાવાથી પાચન બરાબર થાય છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ દહીં અને કાળાં મરી અસરકારક છે.
6) રોગપ્રતિકારક શક્તિ વધારે-
ઇમ્યુનિટી વધારવા માટે દહીંનું સેવન કરો. દહીંમાં રહેલા બેક્ટેરિયા શરીરને ઝેરી તત્ત્વો સામે લડવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. દહીંમાં રહેલાં પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
7) લિવરની સમસ્યામાંથી મળશે છુટકારો-
દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયા શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવાનું કામ કરે છે, જે લિવર માટે ફાયદાકારક છે.
8) ભૂખ વધારે છે-
જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અથવા કંઈપણ ખાવાનું મન ન થતું હોય તે લોકોને દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીંમાં સંચળ મિક્સ કરીને ખાવાથી ભૂખ લાગે છે.
9) હાડકાં મજબૂત બને-
દહીંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. સાંધાના દુખાવામાં પણ દહીં ફાયદાકારક છે.
10) સ્ટ્રેસ દૂર કરે છે-
દહીં ખાવાનો એક ફાયદો એ પણ છે કે એનાથી મનને આરામ મળે છે અને તનાવ ઓછો થાય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે.
દહીં ખાવા માટે આ સમય છે બેસ્ટ-
આપણા દેશમાં દહીં લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોને ખબર નથી હોતી કે દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે અથવા દહીં ક્યારે ખાવું જોઈએ. ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે. દિવસ દરમિયાન સવારે કે બપોરના સમયે અમૃત બની જાય છે દહીં. એવું કહેવાય છેકે, ભોજનની સાથે દહીં લેવાથી અનેક તકલીફો દૂર થાય છે અને નવી તકલીફ આવતી જ નથી.
ક્યારે ના ખાવું જોઈએ દહીંઃ
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ન કરવું જોઈએ. રાત્રે દહીં ખાવાથી શરદી અને તાવ આવે છે. ખાલી પેટે દહીં ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે. માંસ અને માછલી સાથે દહીં ખાવાથી ચામડીના રોગો થઈ શકે છે. તાવમાં દહીંનું સેવન નુકસાનકારક છે. દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંનું સેવન મીઠાને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તાવ આવતો હોય ત્યારે પણ દહીંનું સેવન ન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)