નવી દિલ્હીઃ How To Make Curd: શું તમને પણ દહીં પસંદ છે. શું તમે પણ ભોજનમાં તેનો ઉપયોગ કરો છો પરંતુ અનેક પ્રયાસો છતાં ઘર પર માર્કેટ જેવું દહીં જામી રહ્યું નથી. આજે અમે તમારા માટે સરળ ટિપ્સ લઈને આવ્યાં છીએ, જેને અજમાવી તમે પણ ઘર પર બજાર જેવી સરળ પોપડુ અને ગંઠાઈ ગયેલું દહીં જમાવી શકો છો. તે ખુબ સ્વાદિષ્ટ પણ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે દહીંથી સ્વાસ્થ્યને ખુબ ફાયદો થાય છે પરંતુ ઘર પર યોગ્ય રીતે ન બનાવી શકવાને કારણે તે બજારમાંથી તૈયાર લાવવામાં આવે છે. દરરોજ બહારથી દહીં લાવવું મોંઘુ પડે છે. તેથી આ ટ્રિક્સની સાથે તમે ઘર પર સારી રીતે દહીં જમાવી શકો છો. 


ઘર પર દહીં જમાવવા માટે આ વસ્તુની જરૂર
ઘર પર દહીં જમાવવા માટે બે વસ્તુની જરૂર હોય છે. પહેલા ફુલ ક્રીમ દૂધ અને બીજું બે ચમચી દહીનું ઘોરવું. તેના વગર તમે દહીં જમાવી શકો નહીં. ઘોરવાથી દહીં જમાવવામાં સરળતા રહે છે. જેનાથી દહીં ઘાટુ જામે છે. 


આ પણ વાંચોઃ Health Care Tips: દરરોજ દહીં-રોટલી ખાવાથી શરીર બને છે મજબૂત, આ બીમારીથી મળશે છુટકારો


દહીં જમાવવાની ટ્રિક્સ
- સૌથી પહેલા તમારે નક્કી કરવાનું છે કે દહીં કેટલું જમાવવાનું છે. તે પ્રમાણે એક વાસણમાં દૂધ લો અને તેને સારી રીતે ગરમ કરો. માની લો કે તમારે એક લીટર દહીં બનાવવું છે તો એક લીટ દૂધની જરૂર પડશે. 


- હવે એક વાટકી લો અને તેમાં બે ચમચી દહીનું ઘોરવુ લઈ સારી રીતે હલાવો.


- ત્યારબાદ આ ઘોરવાને દૂધમાં મિક્સ કરી દો. 


- હવે એવી જગ્યાએ તેને ઢાંકીને રાખો જ્યાં હલાવવાની જરૂર ન પડે. 


- દહીં જમાવવામાં 4થી 5 કલાકનો સમય લાગે છે. તેથી સુતા પહેલા દહીં મેરવી દેવું જોઈ એ. ત્યારબાદ તમે સવારે ઉઠશો તો તમને માર્કેટ જેવું દહીં મળશે. 


- દહીં જમાવતા પહેલા તે વાતનું ધ્યાન રાખો કે દૂધ વધુ ગરમ ન રહે. દૂધ ઠરે પછી તે તેમાં મેરવણ નાખો. 


- દહીં જમાવવા માટે ફુલ ઠંડા દૂધનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. સારૂ દહીં જમાવવા માટે સારા ક્રિમવાળા દૂધની પણ જરૂર પડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube