Curd With Salt: દહીં પૌષ્ટિક વસ્તુથી ભરપૂર આહાર છે. દહીં ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ, કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. જે પાચન, હાડકા અને ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. લગભગ દરેક ઘરમાં દહીંને અલગ અલગ રીતે ખાવામાં આવે છે. પરંતુ દહીંમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાથી તે નુકસાનકારક પણ બની જાય છે. આવી જ વસ્તુ મીઠું છે. દહીંમાં મીઠું ઉમેરીને ખાવાથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં તકલીફો વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Diet Tips: ફેબ્રુઆરી મહિનામાં ન ખાવી આ વસ્તુઓ, શરીર થઈ જશે મરિયલ, છિનવાઈ જશે શક્તિ


દહીંમાં મીઠું ઉમેરીને ખાવાથી થતા નુકસાન 


પાચન બગડશે 


દહીમાં મીઠું ઉમેરીને ખાવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે. દહીંમાં પહેલાથી જ લેક્ટિક એસિડ હોય છે. જે ગુડ બેક્ટેરિયાને વધારે છે અને પાચન સુધારે છે. પરંતુ જો તમે દહીંમાં મીઠું ઉમેરીને ખાવ છો તો તે પાચનતંત્રમાં અસંતુલન ઊભું કરે છે. 


હાઈ બ્લડ પ્રેશર 


નમકમાં સોડિયમની માત્રા વધારે હોય છે જે બ્લડ પ્રેશરને વધારી શકે છે. જો તમે દહીંમાં મીઠું ઉમેરીને ખાવ છો તો તે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં તકલીફ કરાવી શકે છે. દહીંમાં મીઠું ઉમેરીને ખાવું બ્લડપ્રેશરના દર્દી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચો: Migraine: માઈગ્રેન હોય તેણે આ 5 વસ્તુ ન ખાવી, ખાધાની થોડી જ વારમાં દુખવા લાગશે માથું


ડિહાઇડ્રેશન 


મીઠું શરીરમાં પાણી ઓછું કરી શકે છે. કારણ કે સોડિયમનું વધારે સેવન શરીરમાંથી પાણી કાઢવાની પ્રક્રિયાને ઝડપી કરે છે. જો તમે દહીંમાં મીઠું ઉમેરીને ખાવ છો તો શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચો: આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ


કિડની પર પ્રેશર 


વધારે મીઠું કિડની પર પ્રેશર ઊભું કરે છે. ખાસ કરીને જો લોકોને પહેલાથી જ કિડનીની સમસ્યા હોય તેમણે દહીમાં મીઠું ઉમેરીને ખાવું નહીં તેનાથી કિડનીની ક્ષમતા પર ખરાબ અસર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)