Curry Leaves Benefits: દરેક ઘરના રસોડામાં લીમડાના પાન ચોક્કસથી તમને મળશે. મોટાભાગની વાનગીઓમાં લીમડાનો ઉપયોગ થતો જ હોય છે. ઘણા ઘરમાં તો લીમડાનું ઝાડ ઉગાડી લેવામાં આવે છે જેથી રસોઈમાં તાજા લીમડાનો ઉપયોગ થાય. ખાસ કરીને સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં તો લીમડાના પાન ખૂબ જ જરૂરી હોય છે. લીમડાના પાન વાનગીના સ્વાદને વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે લીમડાના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શરીરની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દવા વિના દૂર થઈ જાય છે? જો નથી જાણતા તો ચાલો તમને આજે જણાવીએ લીમડાના પાનનો આવો જ એક ચમત્કારી ઉપયોગ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તે પાણી પીવાથી શરીરને અઢળક લાભ થાય છે. આ પાણી નિયમિત પીવાનું રાખશો તો શરીરમાં તમને તુરંત તેની અસર દેખાવા લાગશે. તો ચાલુ તમને જણાવીએ લીમડાના પાન પાણીમાં ઉકાળીને પીવાથી શું ફાયદો થાય છે.


આ પણ વાંચો:


Kidney Stone ની તકલીફમાં દર્દીએ ન ખાવી આ 5 વસ્તુઓ, ખાશો તો દોડવું પડશે હોસ્પિટલ


નિયમિત રહેતો હોય માથાનો દુખાવો તો રાત્રે 10 મિનિટ કરી લો આ કામ, દવા વિના મળશે રાહત


ડેન્ગ્યુના દર્દીએ ભુલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા


1. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને તમે વારંવાર બીમાર પડી જાઓ છો તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાનું શરૂ કરો. આપવાની પીવાથી શરીરમાં શક્તિ આવે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે જેના કારણે વાયરલ બીમારીઓથી બચાવ થાય છે.


2. જો તમારું વજન વધારે છે અને તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને એ પાણી પીવાનું રાખો તેનાથી વજન પણ ઝડપથી ઘટે છે. તેમાં કેલેરી ઓછી હોય છે અને ફાઇબર વધારે જેના કારણે બોડીમાં ફેટ બનતું નથી.


3. લીમડાના પાન ઉકાળેલું પાણી સવારે પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે તેનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સારી રહે છે. આ પાણી હાર્ટને પણ હેલ્ધી રાખે છે. 


4. લીમડાના પાનમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે તેથી તેનું સેવન સવારે કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે તમે ઓવર એટીંગ કરતા અટકો છો. પરિણામે બ્લડ સુગર લેવલ, કોલેસ્ટ્રોલ અને વજન બધું જ કંટ્રોલમાં રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)