ફળને કાપી તેના પર મરી-મસાલા ભભરાવીને ખાવાથી જીભને ચટાકો લાગશે પણ શરીરને થશે મોટું નુકસાન
Salt In Fruits: ફળ ખાવાથી શરીરને અનેક રીતે ફાયદો ચોક્કસ થાય છે, પરંતુ જો તમને ફ્રુટ્સ સાથે મીઠું ખાવાની લત લાગી ગઈ હોય તો આજથી જ બંધ કરી દેજો. કારણ કે તે શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
Salt In Fruits: ફળ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ફળ ખાવાથી શરીરને વિટામિન, આયર્ન અને ફાઈબર જેવા પોષક તત્વો મળે છે. એટલું જ નહીં તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. સાથે જ તે મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે. જો કે, જો તમને પણ ફ્રુટ્સ સલાડમાં મીઠું ખાવાનું કે ફ્રુટ્સ સાથે મીઠું ખાવાનું વ્યસન હોય તો તેને તરત જ બંધ કરી દો. મીઠું અથવા ચાટ મસાલા સાથે ફળો ખાવાથી સ્વાદ તો સારો આવે છે પરંતુ તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે.
ફળ પર મીઠું ઉમેરી ખાવાના ગેરફાયદા
આ પણ વાંચો:
મશરુમ જોઈને હવેથી મોં ન બગાડતા, વજન ઝડપથી ઘટાડવું હોય તો 15 દિવસ આ રીતે કરો ઉપયોગ
વરસાદમાં પલળી ગયા પછી થતી શરદી-ઉધરસની સમસ્યા માટે રામબાણ છે આ દેશી ઈલાજ
ડેન્ગ્યુ-મલેરિયા સહિતની બીમારીઓ તમારાથી રહેશે દુર, એવી જોરદાર છે આ 5 દેશી દવાઓ
-ફળો પર મીઠું ખાવાથી તેના પોષક તત્વો નાશ પામે છે. ઉપરાંત, જો તમે વારંવાર આવું કરો તો તમને કિડનીની બીમારી પણ થઈ શકે છે.
-ફળોમાં મીઠું ભેળવવાથી તમે ત્વચાની એલર્જીનો શિકાર બની શકો છો, જેના કારણે શરીરમાં સોજો પણ આવી શકે છે.
-જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો ક્યારેય પણ મીઠું ભેળવીને ફળ ખાવાની ભૂલ ન કરો. આમ કરવાથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે.
-હાર્ટના દર્દીઓએ પણ ફળોની સાથે મીઠું બિલકુલ ન ખાવું જોઈએ. ફળ પર મીઠું નાખતા જ પાણી નીકળવા લાગે છે. જેના કારણે ફળોનું પોષણ ઘટે છે.
ફળ કેવી રીતે ખાવા
-ફળ ખાતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારે એક સમયે એક જ ફળ ખાવું જોઈએ.
-જો તમને ફ્રુટ ચાટ ખાવાનું પસંદ હોય તો મીઠા કે ખાટા ફળોનુ જ સલાડ બનાવો.
-ખાટા અને મીઠા ફળોનું સલાડ એક સાથે ન ખાવું જોઈએ.
-ફળો કાપ્યાના એક કલાકની અંદર ખાઈ લેવા જોઈએ.
-લાંબા સમય સુધી રાખવામાં આવેલા ફળોમાં પોષક તત્વો ઓછા થવા લાગે છે.
(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરુર લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)