Home Remedies: આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં લોકો પાસે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો પણ સમય નથી. લોકો ફીટ અને હેલ્ધી રહેવા પર ધ્યાન આપતા નથી અને પરિણામે નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમને નડે રાખે છે. જ્યારે પણ તબિયત ખરાબ થાય તો લોકો દવા લઈ લેતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Garlic: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશે


ખાસ કરીને વરસાદી વાતાવરણમાં નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ દરેકને થાય છે. ઘણાને શરદી, ઉધરસ, તાવની ફરિયાદ હોય તો કેટલાક લોકોને પાચનની સમસ્યાઓ રહેતી હોય છે. આ પ્રકારની સમસ્યાઓ થાય તો દવા લેવાની જરૂર નથી હોતી. તમે ઘરમાં જ દાદીનામાં નુસખા અજમાવીને બીમારીને દુર કરી શકો છો. આજે તમને આવા જ કેટલાક નુસખા વિશે જણાવીએ. 


દાદીમાંના નુસખા


આ પણ વાંચો: Constipation: કબજિયાતનો રામબાણ ઈલાજ છે આ ઘરેલુ નુસખો, રાત્રે કરો અને સવારે પેટ સાફ


ઉલટી - ઉલટી થતી હોય તો એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી પી જવું. આ સિવાય ઉલટીને રોકવામાં આદુનો રસ પણ ઉપયોગી સાબિત થાય છે. 


પેટનો દુખાવો - ચોમાસામાં આ સમસ્યા વારંવાર થાય છે. જ્યારે પેટમાં દુખાવો હોય ત્યારે એક ટુકડો આદુ લઈ તેના પર નમક છાંટી ચાવીને ખાઈ જવું. તેનાથી પેટનો દુખાવો મટી જાશે. આ સિવાય હુંફાળા પાણી સાથે અજમા લેવાથી પણ દુખાવો મટે છે. 


આ પણ વાંચો: ખાલી પેટ છાશ પીવાથી થાય છે ગજબના ફાયદા, જાણી લેશો તો ચાને બદલે સવારે માંગશો છાશ


ચક્કર આવવા - જે લોકોને અચાનક ચક્કર આવી જતા હોય તેમણે એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી મધ અને અડધું લીંબુ મિક્સ કરી પી જવું જોઈએ. 


ઝાડા - ઝાડા થઈ ગયા હોય તો આદુનો રસ કાઢી તેમાં મધ ઉમેરી પી જવું. તેનાથી ઝાડાથી રાહત મળશે. તમે ફુદીનાના પાનને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો. ઝાડા થઈ ગયા હોય તો કેળા ખાવાથી પણ ફાયદો થાય છે. 


આ પણ વાંચો: Mango In Monsoon: અનહદ ભાવતી હોય તો પણ વરસાદ પડે પછી ન ખાવી કેરી, જાણી લો કારણ


પાચનની સમસ્યાઓ - પેટ સંબંધિત સમસ્યા જેમકે કબજિયાત, અપચો હોય તો અજમાને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ગાળી અને પી જવું. તેનાથી પેટની સમસ્યાઓ મટે છે. આ સિવાય સવારે લીલી ચામાં આદુ અને તુલસી ઉમેરી ઉકાળીને પીવાથી પણ લાભ થાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)