Dates: પુરુષો માટે ખજૂર વધારે ફાયદાકારક શા માટે ? જાણો રોજ કેટલી માત્રામાં અને કયા સમયે ખાવો ખજૂર
Dates Benefits For Men: આયુર્વેદમાં ખજૂરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર ખજૂર અને દૂધને એકસાથે લેવાથી પુરુષોમાં ફર્ટીલીટી વધે છે.
Dates Benefits For Men: ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લોહીની ઉણપ હોય અને જલ્દી થાક લાગતો હોય તો ખજૂરને ડાયટમાં સામેલ કરો. ખજૂર ખાવાથી આ બંને સમસ્યા દવા વિના જ મટી જશે. કારણ કે ખજૂરમાં આયરન અને ફાઇબરની માત્રા સૌથી વધારે હોય છે. જો સવારે ખાલી પેટ 2 ખજૂર પણ ખાઈ લેવામાં આવે તો શરીરને જરૂરી પોષક તત્વ મળી રહે છે. સાથે જ ઘણી બધી બીમારીઓ પણ દૂર થવા લાગે છે.
કેટલી માત્રામાં અને ક્યારે ખાવો ખજૂર ?
આ પણ વાંચો: ઘઉંના લોટમાં આ 3 લોટ મિક્સ કરી બનાવો રોટલી, દસ રોટલી ખાશો તો પણ નહીં વધે બ્લડ સુગર
ખજૂરમાં નેચરલ શુગર હોય છે જે સ્વાસ્થ્ય અને નુકસાન કરતી નથી. તેથી ડાયાબિટીસના દર્દી પણ ખજૂર ખાઈ શકે છે. ડાયાબિટીસમાં જો વારંવાર ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય તો ખજૂર ખાઈ લેવો. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ખજૂર ખાવાથી થતા ફાયદા મેળવવા હોય તો સવારે નાસ્તામાં 2 પેશી ખજૂરની ખાઈ લેવી. સવારે ખાલી પેટ ખજૂર ખાવો પુરુષો અને મહિલાઓ બંને માટે ફાયદાકારક છે. તેનાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.
આ પણ વાંચો: Bad Cholesterol: નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને ઓગાળીને દુર કરી દેશે આ 2 વસ્તુઓ
ખાલી પેટ ખજૂર ખાવાથી થતા ફાયદા
1. સવારે ખાલી પેટ ખજૂર ખાવામાં આવે તો શરીરમાં હિમોગ્લોબિન વધે છે અને એનીમિયાની સમસ્યા દૂર થાય છે.
2. ખજૂર ફાઇબરનો સોર્સ છે. નિયમિત ખાલી પેટ ખજૂર ખાવાથી મળ ત્યાગની પ્રક્રિયા સરળ બને છે. કબજિયાત, અપચો મટે છે.
આ પણ વાંચો: Mild Heart Attack: સામાન્ય લાગતી આ 8 સમસ્યા હોય શકે છે માઈલ્ડ હાર્ટ એટેકના લક્ષણો
3. ખજૂર ખાવાથી ભૂખ પણ ઓછી લાગે છે જેના કારણે ઓવર ઈટિંગ કરવાનું ટાળી શકાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
4. ખજૂરમાં આયરન હોય છે જે શરીરમાં રક્તની આપૂર્તી કરે છે. ખજૂર વિટામીન અને મિનરલથી પણ ભરપુર હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી છે.
પુરુષો માટે ખજૂર વરદાન શા માટે ?
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીને ખવડાવો આ લોટની રોટલી, બ્લડ સુગર, વજન, બીપી બધુ રહેશે કંટ્રોલમાં
આયુર્વેદમાં ખજૂરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. આયુર્વેદ અનુસાર ખજૂર અને દૂધને એકસાથે લેવાથી પુરુષોમાં ફર્ટીલીટી વધે છે. રોજ બે કે ત્રણ ખજૂરને દૂધમાં સારી રીતે ઉકાળીને દૂધ સાથે તેનું સેવન કરવામાં આવે તો શક્તિ અને સ્પર્મ કાઉન્ટ બંને વધે છે. ખજૂરમાં મેગ્નેશિયમ પણ હોય છે જે શરીરમાં જઈને સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી જે લોકોને ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તેમણે પણ દૂધ અને ખજૂરનું સેવન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)