Deadly Heart Attacks: દુનિયાભરમાં હજારો લોકોના હાર્ટ એટેકને કારણે મોત થાય છે. અત્યાર સુધી હાર્ટ એટેકને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવામાં લોકો ખુબ એલર્ટ રહે છે. દુનિયાભરના વૈજ્ઞાનિક તેની સાથે જોડાયેલ તમામ રિસર્ચ કરતા રહે છે. બ્રિટિશન હાર્ટ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવેલા એક લેટેસ્ટ રિસર્ચમાં સામે આવ્યું કે સોમવાર તમારા હાર્ટ માટે સારો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ખતરનાક પ્રકારનો હાર્ટ એટેક, જેને એસટીઈએમઆઈના રૂપમાં ઓળખવામાં આવે છે, સપ્તાહના કોઈ અન્ય દિવસની તુલનામાં સોમવારે થવાની સંભાવના વધુ રહે છે. સંશોધકોએ રવિવારે પણ STEMI હાર્ટ એટેકમાં એક અસામાન્ય વધારાની શોધ કરી. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર નીલેશ સામાણીએ કહ્યું- આપણે સપ્તાહના કેટલાક દિવસ વિશે તે જાણવાની જરૂર છે કે ક્યા દિવસે સૌથી વધુ સંભાવના રહે છે. 


આ પણ વાંચોઃ રાત્રે પાણીમાં પલાળેલી રાઈનું પાણી શરીર માટે છે દવા, અનેક સમસ્યામાં આપે છે રાહત


તેમણે કહ્યું- આમ કરવાથી ડોક્ટરોને આ ઘાતક સ્થિતિને સારી રીતે સમજવામાં મદદ મળી શકે જેથી આપણે (ભવિષ્યમાં) વધુ જીવન બચાવી શકીએ. નિષ્ણાંતો અનુસાર- કેટલાક પૂરાવા છે કે એસટીઈએમઆઈ હાર્ટ એટેકમાં વધારો હોર્મોન્સથી સંબંધિત છે. બેલફાસ્ટ હેલ્થ એન્ડ કેયર ટ્રસ્ટના હાર્ટ નિષ્ણાંત ડોક્ટર જૈક લાફને ડેલી મેલને જણાવ્યું, 'આ કામ પર પરત ફરવાના તણાવને કારણે પણ હોઈ શકે છે.' લાફને કહ્યુ- તણાવ વધવાથી હાર્મોન કોર્ટિસોલનું સ્તર વધારે છે, જે હાર્ટ એટેકના ઉચ્ચ જોખમ સાથે જોડાયેલું છે. 


ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર- એસટીઈએમઆઈ, કે એસટી-એલીવેશન માયોકાર્ડિયલ ઇન્ફ્રક્શન ત્યારે થાય છે જ્યારે હાર્ટની માંસપેશિઓને લોહીની આપૂર્તિ કરનારી ધમનીઓમાંથી એક બ્લોક થાય છે. આ અડચણને કારણે હાર્ટની માંસપેશિઓ મરવાનું શરૂ થઈ જાય છે અને નબળું હાર્ટ શરીરના બાકી ભાગમાં લોહી પંપ કરી શકતું નથી. એસટીઈએમઆઈનો સામાન્ય રીતે એક ઈમરજન્સી એન્જિયોપ્લાસ્ટીની સાથે સારવાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા બ્લોક થયેલી ધમનિઓને ફરી ખોલે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube