બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણને હાલમાં જ મોડી રાતે ગભરાહટ થવાની સમસ્યા થતા હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. જો કે હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો છે. પરંતુ આ અગાઉ પણ અભિનેત્રીમાં બેચેની જેવા લક્ષણો જોવા મળ્યા છે. અત્રે જણાવવાનું કે દીપિકાને મુખ્ય સમસ્યા હ્રદયના ધબકારા વધી જવા કે હાર્ટ રેટ વધવાની સમસ્યા છે. ડોક્ટરની ભાષામાં કહીએ તો એરિદમિયા કહે છે. આવામાં લોકોએ આ સમસ્યા વિશે જાણવું જરૂરી છે. આ લેખ પણ તે વિષય પર છે. અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે હાર્ટ રેટ વધવાના કયા કારણ હોઈ શકે છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે હાર્ટ એરિદમિયા?
અત્રે જણાવવાનું કે આ સમસ્યા હ્રદય સંલગ્ન છે. જ્યારે કોઈ વ્યક્તિને આ સમસ્યા થાય છે ત્યારે તેના હ્રદયના ધબકારા અચાનક વધી જાય છે કે ઘટી જાય છે. હ્રદયમાં ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સ કેટલાક નિર્ધારિત રસ્તાઓમાંથી પસાર થાય છે. જેનાથી સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકે છે. પરંતુ જ્યારે ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સ યોગ્ય રીતે કામ ન કરે ત્યારે તેનાથી એરિદમિયાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા થાય ત્યારે હાર્ટ સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ જેવી સમસ્યા પણ થઈ શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube