Headache Causes: ઘણા લોકોને અવારનવાર માથામાં દુખાવો રહે છે. ઘણીવાર તો એવું થાય છે કે અચાનક કોઈ કારણ વિના પણ માથામાં દુખાવો થવા લાગે. કેટલાકને તો સવારે ઉઠ્યા બાદ પણ માથાનો દુખાવો રહે છે. કેટલીક વાર માથાનો દુખાવો એટલો વધી જાય છે કે તેના કારણે માઈગ્રેનની સમસ્યા પણ થઈ જતી હોય છે. માથાના દુખાવા પાછળ અલગ અલગ કારણ જવાબદાર હોય છે. તેમાંથી એક કારણ વિટામીન ડીની ઊણપ પણ હોય શકે છે. વિટામિન ડી મગજના ફંક્શનને ઘણી હદ સુધી અસર કરે છે. જેના કારણે ઘણીવાર માથાનો દુખાવો પણ થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટામિનની ઉણપથી માથાનો દુખાવો


આ પણ વાંચો:


દિવસમાં કોઈપણ સમયે ખાજો પણ આ સમયે ન ખાતા સફરજન, વધી જશે બ્લડ શુગર લેવલ


Diabetes ના દર્દીઓ માટે જરૂરી પોષકતત્વોથી ભરપુર હોય છે પાલક, ખાવાથી થશે અઢળક ફાયદા


રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવા મગ, આ ફાયદા વિશે જાણી તુરંત ખાવાનું કરશો શરુ


વિટામિન ડીની ઉણપથી માથાનો દુખાવો થાય છે. વિટામિન ડીની ઉણપને કારણે માઈગ્રેન અને માથાનો દુખાવો થવા લાગે છે. વિટામિન ડીની ઊણપથી મગજની અંદર સોજો આવે છે જે ચેતાતંતુને અસર કરે છે. વિટામિન ડીની ઉણપ નાઈટ્રિક ઓકસાઈડ વધારે છે જેના કારણે માથાનો દુખાવો થાય છે. તેનાથી મેગ્નેશિયમનું સ્તર ઘટે છે અને મેલાટોનિનનું સ્તર વધે છે. જેના કારણે માથાનો દુખાવો શરૂ થાય છે.


વિટામિન ડીની ઉણપ દુર કરવા ખાવો આ ખોરાક


ચીઝ


ઈંડા


સાલમન, ટુના


દૂધ


આખા અનાજ, સોયા બીન


સંતરાનો રસ


મશરૂમ


આ ખોરાકથી શરીરને વિટામિન ડી પુરતા પ્રમાણમાં મળે છે. આ સિવાય તમે સવારનો સૂર્યપ્રકાશ પણ લઈ શકો છો જેનાથી પણ શરીરને વિટામિન ડી મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)