Home Remedies: દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હવે પછીના ત્રણ મહિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સતર્ક રહેવાનો સમય છે. ચોમાસાના ત્રણ મહિના દરમિયાન મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે અને ખાસ કરીને આ સમય દરમિયાન ડેન્ગ્યુ મલેરિયા જેવી જીવલેણ બીમારી વધારે ફેલાય છે. તેવામાં આજે તમને 5 એવા ઘરેલુ ઉપચાર જણાવીએ જેને તમે દવાની જેમ ઉપયોગમાં લઈ શકો છો અને ડેન્ગ્યુ મલેરિયા તાવ જેવી બીમારીઓથી બચી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીમડાના પાન


ડેન્ગ્યુ અને મેલેરિયા સામે લડવા માટે લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. લીમડાના પાન વાયરસ અને બેક્ટેરિયાને મારવાની શક્તિ ધરાવે છે. આ પાંદડાનું સેવન કરવાથી મેલેરિયા, તાવ, ડેન્ગ્યુ અને ફ્લૂ જેવી ઘણી બીમારીઓથી બચી શકાય છે.


આ પણ વાંચો:


આ રાજ્યના ચોખા હોય છે ખાસ, ડાયાબિટીસના દર્દી ખાઈ શકે છે બે હાથે, નથી વધતુ બ્લડ સુગર


ચોમાસામાં સ્વસ્થ રહેવા જીભ પર રાખો કાબૂ, ખાસ તો આ 3 વસ્તુઓ ખાશો તો પેટમાં ઉપડશે શૂળ


ચોમાસા દરમિયાન ન ખાવા આ 5 શાક, ખાશો તો પેટમાં પડશે કીડા અને વધશે હોસ્પિટલના ધક્કા


તજનો ઉકાળો


મેલેરિયા-ડેન્ગ્યુના દર્દી તજનો ઉકાળો પીવે તો પણ ફાયદો થાય છે. આયુર્વેદ અનુસાર આ તાવની સારી દવા છે. તજને પાણીમાં ઉકાળી તેમાં તજ ઉમેરીને તમે પી શકો છો.


આદુનો રસ
 
આયુર્વેદના નિષ્ણાંતો અનુસાર તાવની સ્થિતિમાં આદુનો રસ પી શકાય છે. તેમાંએન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તાવના વાયરસ પણ ખતમ કરે છે.


ગિલોયનો ઉકાળો


કોઈપણ પ્રકારના તાવથી છુટકારો મેળવવા માટે ગિલોયનો ઉકાળો પી શકાય છે. ગિલોય ડેન્ગ્યુ-મેલેરિયામાં તો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના ઉપયોગ કરવાથી વારંવાર તાવ આવતો નથી.


તુલસીના પાનનો રસ


તુલસી આયુર્વેદિક ગુણોની ખાણ છે. તેના પાંદડાનું સેવન કરવાથી  પરસેવો ઝડપથી થાય છે. જેના કારણે શરીરનું વધતું તાપમાન ઘટે છે અને તાવ ઉતરી જાય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)