Desi Ghee Side Effects: દેશી ઘી સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. દાદીમાના સમયથી તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. દેશી ઘીમાં ઘણાં પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આયુર્વેદ અનુસાર ઘીમાં અનેક ઔષધીય ગુણો છે. તે સ્વાસ્થ્ય માટે તો સારું માનવામાં આવે છે પરંતુ તે ખાવાનો સ્વાદ પણ વધારે છે. તેમાં વિટામિન A, C, D અને K જેવા ઘણા પોષક તત્વો હોય છે. શું તમે જાણો છો કે દેશી ઘી પણ નુકસાન પહોંચાડી શકે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં તેને ખાવામાં થયેલી કેટલીક ભૂલોને કારણે તે ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘી ખાવામાં કઈ કઈ ભૂલો થાય છે અને તેનાથી કેવી રીતે નુકસાન થાય છે.


આ પણ વાંચો:


Curry Leaves: લીમડાનું પાણી છે ઔષધી, શરીરને ડિટોક્સ કરી આ 6 સમસ્યા કરે છે દુર


Health Tips: આ ઘરગથ્થુ નુસખાની મદદથી પાચન સંબંધિત સમસ્યાથી તુરંત મળશે મુક્તિ


હાર્ટ પ્રોબ્લેમ સહિતની 6 ગંભીર સમસ્યાથી બચાવશે ડુંગળી, ફાયદા જાણીને રોજ ખાવા લાગશો


આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદિક નિષ્ણાંતો કહે છે કે કોઈપણ વસ્તુ વધારે ખાવાથી નુકસાન જ થાય છે. દેશી ઘીનું પણ એવું જ છે. તેમાં પણ આજકાલ માર્કેટમાં મળતું ઘી ભેળસેળયુક્ત હોય છે. તેના કારણે તે સ્વાસ્થ્ય માટે તે જોખમી બની જાય છે. નિષ્ણાંતોના મતે ઘીમાં પણ મોટાભાગે પામ ઓઈલ કે તેલ ભેળવવામાં આવે છે.


ગાયનું ઘી શ્રેષ્ઠ 
નિષ્ણાંતોના મતે ગાયના ઘીનું સેવન કરવું સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે તે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. જો કે ગાયનું ઘી પણ વધારે ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. કારણ કે તેનું સેવન કરો અને તમે એક્ટિવ ન હોય તો નસોમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે હાર્ટ બ્લોકેજ થવાનું જોખમ રહે છે. જે લોકો એક્ટિવ હોય છે તેમના માટે ઘીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.


કયા સંજોગોમાં ઘી ન ખાવું જોઈએ?
જો કોઈને પાચનની સમસ્યા હોય તો તેણે ઘીનું ઓછું સેવન કરવું જોઈએ. તે સિવાય પણ દવા તરીકે ઘીનું સેવન શરુ કરતા પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે પણ ઘીથી દુર રહેવું જોઈએ.  


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)