Ghee Purity: તમે ઘરમાં લાવો છો એ ઘી અસલી છે કે નકલી? આ 4 ટ્રિક અજમાવી જુઓ...ફટાફટ ખબર પડી જશે
Ghee Purity Check: તમારા પરિવાર માટે તમે જે ઘી શુદ્ધ ગણીને ઘરે લઈને આવો છે તે શું ખરેખર શુદ્ધ હોય છે ખરા? અનેકવાર ભેળસેળના સમાચાર સામે આવતા હોય છે. આવામાં તમે ઘીને કેવી રીતે ચેક કરશો કે તે શુદ્ધ છે કે નહીં....અહીં અમે તમને સરળ એવી 4 ટ્રિક જણાવીશું જેના થકી તમે શુદ્ધતા ચેક કરી શકશો.
Ghee Purity: હાલમાં ભેળસેળીયા એટલા પાવરધા થઈ ગયા છે કે મોટી બ્રાન્ડના જ નકલી ઘીના પાઉચ કે ડબા બનાવીને બજારમાં વેચવા લાગે છે. ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ઘીમાંથી ઘણી બધી અદ્ભુત વાનગીઓ બનાવવામાં આવે છે અને તેના વિના તેને બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ જે ઘી તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારા આહારમાં સામેલ કરો છો, તે ક્યાંક અસલી છે કે ભેળસેળયુક્ત? હવે તમે વિચારતા હશો કે ઘીમાં શું ભેળસેળ થઈ શકે છે.
અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્કેટમાં ઘણી મોટી બ્રાન્ડના ઘીમાં પણ ભેળસેળ જોવા મળી હતી. આવી સ્થિતિમાં તમે પરેશાન થવાને બદલે તમે કેટલીક સરળ રીતોથી અસલી અને નકલી ઘી ઓળખી શકો છો. નકલી ખાદ્યપદાર્થો ખરીદવાથી માત્ર પૈસાની ખોટ જ નથી થતી, પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ઉધઈની જેમ નષ્ટ કરે છે.
પાણીનો ઉપયોગ કરશો તો પણ ખબર પડશે
તમે ઘીનું સત્ય જાણવા માટે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઘી નાખો અને જો ઘી પાણીની ઉપર તરતું હોય તો તે અસલી છે અને જો તરતા બદલે પાણીની નીચે એકઠું થતું હોય તો તેનો અર્થ છે કે ઘી ભેળસેળયુક્ત છે.
ગરમ કરીને પણ ચકાસણી કરી શકાય
ઘી ભેળસેળયુક્ત છે કે નહીં તે જાણવા માટે તમે ઘી થોડી માત્રામાં ગરમ કરો અને જો તે તરત જ પીગળી જાય અને ગરમ થતાં જ બ્રાઉન થઈ જાય તો તેનો અર્થ એ કે તમારું ઘી શુદ્ધ છે અને તેમાં કોઈ ભેળસેળ નથી. જો તમારા ઘરમાં મોજૂદ ઘી ઓગળવામાં સમય લઈ રહ્યું છે અને તે બ્રાઉનને બદલે પીળું થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ થઈ શકે છે કે આ ઘી ભેળસેળયુક્ત છે.
હથેળી પર ઘસવાથી ખબર પડી જશે
બીજી રીત અજમાવવા માટે તમારે ગેસ અથવા કોઈ સામગ્રીની જરૂર નથી કારણ કે તમે ફક્ત તમારી હથેળી દ્વારા સત્ય શોધી શકો છો. હા, એવું કહેવાય છે કે અસલી અને નકલી ઘી ઓળખવા માટે જ્યારે તમારી હથેળી પર થોડું ઘી લગાવો, જ્યારે તે ઓગળવા લાગે, ત્યારે સમજવું કે તમારું ઘી શુદ્ધ છે. બીજી તરફ, જો ઘી હથેળીઓ પર ઘસવા છતાં પણ ઓગળતું નથી, પણ જામેલું રહે છે, તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.
મીઠા દ્વારા પણ તમે ઓળખ કરી શકો છો
મીઠું તમને તે શુદ્ધ ઘી છે કે ભેળસેળવાળું ઘી શોધવામાં પણ મદદ કરી શકે છે. આ માટે એક બાઉલમાં એક ચમચી ઘી નાખો અને પછી તેમાં બે ચપટી મીઠું અને થોડું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. પછી આ પેસ્ટને આમ જ રહેવા દો. 20 થી 25 મિનિટ પછી, જો ઘીમાંથી કોઈ અલગ રંગ નીકળે, તો સ્પષ્ટ છે કે તમારું ઘી નકલી છે અને જો કોઈ રંગ ન નીકળે તો ઘી શુદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube