Cough Home Remedies: ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અજમાવો દવાથી વધુ અસરકારક આ દેશી નુસખા
Cough Home Remedies: હાલમાં વાતાવરણમાં ફેરફાર થયો છે. ઉધરસ માટે દવા કર્યા પછી પણ ફાયદો થતો ન હોય તો તમે આ દેશી નુસખામાંથી કોઈ એક ટ્રાય કરી શકો છો. આ દેશી નુસખા ઉધરસનો રામબાણ ઈલાજ છે. આ નુસખા દવા કરતા પણ વધારે ઝડપથી અસર કરે છે. તો ચાલો તમને પણ જણાવીએ ઉધરસને મટાડતા નુસખા વિશે.
Cough Home Remedies: ગુજરાતમાં ઠંડી, ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે દવાખાના ઉભરાઈ રહ્યાં છે. વાતાવરણમાં થતા ફેરફારની અસર સ્વાસ્થ્ય પર ઝડપથી થાય છે. બદલતા વાતાવરણમાં જે લોકોની ઇમ્યુનિટી વીક હોય છે તેમને શરદી ઉધરસ અને અન્ય વાયરલ બીમારીઓ જલ્દી થઈ જાય છે. શરદી, તાવ જેવી બીમારી તો થોડા દિવસોમાં મટી પણ જાય છે પરંતુ એક વખત જો ઉધરસ થઈ જાય તો તે લાંબો સમય ચાલે છે. ઘણા લોકો એવા હોય છે જેમને વાઇરલ ઇન્ફેક્શન પછી શરદી અને તાવ તો મટી જાય પરંતુ ઉધરસ મટતા દિવસો થાય. ખાસ કરીને ઉધરસ રાતના સમયે ખૂબ જ સતાવે છે. ઘણા લોકોને તો દવાઓ કર્યા પછી પણ ઉધરસથી ઝડપથી રાહત મળતી નથી. તેવામાં જો છાતીમાં કફ જામી જાય તો સ્થિતિ ગંભીર પણ થઈ શકે છે.
આ પણ વાંચો: રોજ સવારે ચા પહેલા પીવું એક કપ એલચીનું પાણી, પાચનથી લઈ વજનની સમસ્યાથી મળશે મુક્તિ
ઉધરસ માટે દવા કર્યા પછી પણ ફાયદો થતો ન હોય તો તમે આ દેશી નુસખામાંથી કોઈ એક ટ્રાય કરી શકો છો. આ દેશી નુસખા ઉધરસનો રામબાણ ઈલાજ છે. આ નુસખા દવા કરતા પણ વધારે ઝડપથી અસર કરે છે. તો ચાલો તમને પણ જણાવીએ ઉધરસને મટાડતા નુસખા વિશે.
ઉધરસ ને મટાડવાના દેશી નુસખા
આ પણ વાંચો: Type 2 Diabetes: અઠવાડિયામાં 2 કપ આ સફેદ વસ્તુ ખાવાનું રાખશો તો ડાયાબિટીસ નહીં થાય
આદુ
આદુ ઔષધીય ગુણોનો ખજાનો છે. ઉધરસમાં તો આદુ દવા જેવું કામ કરે છે. આદુનું સેવન કરવાથી છાતીમાં જામેલો કફ છૂટો પડીને નીકળવા લાગે છે. ઉધરસ થઈ હોય ત્યારે આદુની ચા પીવાનું રાખવું જોઈએ. જેનાથી તમામને સારો ફાયદો થશે. આદુ એ ગુણકારી ગણાય છે.
આ પણ વાંચો: Migraine: દવા લીધા વિના મટાડવો હોય માઈગ્રેનનો દુખાવો તો ફોલો કરો આ 6 ટીપ્સ
હળદર
હળદરનો ઉપયોગ ઉધરસ સહિત અનેક બીમારીમાં દવા તરીકે થાય છે. હળદરનું સેવન કરવાથી ઉધરસ ઝડપથી મટે છે. ઉધરસ થઈ હોય તો તમે ગરમ દૂધમાં અથવા તો પાણીમાં હળદરને ઉકાળીને પી શકો છો. દૂધમાં તમે હળદરની સાથે મરી પાવડર ઉમેરી દેશો તો તે વધારે અસરકારક સાબિત થશે.
મધ
એક રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે મધ એવી ઔષધી છે જે ઉધરસ પર સૌથી વધારે અસર કરે છે. ઉધરસથી ઝડપથી રાહત મેળવવી હોય તો મધમાં આદુનો રસ મિક્સ કરી પીવાનું રાખો. મધ ખાવાથી શરીરને ફાયદો પણ થાય છે.
અનાનસ
આ એવું ફળ છે જે ઉધરસ માટે દવા જેવું કામ કરી શકે છે. તેમાં બ્રોમેલેન નામનું તત્વ હોય છે જે ઉધરસને મટાડવામાં મદદ કરે છે. ઉધરસ થઈ ગઈ હોય તો દિવસમાં બેથી ત્રણ વખત એક ટુકડો અનાનસનો ખાવો અથવા તો થોડો અનાનસનો રસ દવાની જેમ પીવાનું રાખો.
આ પણ વાંચો: મહિલાઓની રિપ્રોડક્ટિવ હેલ્થને અસર કરે છે PCOS, આ આયુર્વેદિક પદ્ધતિથી કરો સારવાર
ફુદીનો
ઔષધીય ગુણોથી ભરપૂર ફૂદીનો શરદી અને ઉધરસમાં અસરકારક સાબિત થાય છે. તમે ફુદીનાનો ઉપયોગ ચામાં પણ કરી શકો છો અથવા તો પાણીમાં ફુદીનાના પાન ઉકાળીને તેનું સેવન પણ કરી શકો છો. કફ થઈ ગયો હોય તો પાણીમાં ફુદીનાના પાન ઉકાળીને તેનાથી સ્ટીમ લેવાનું રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)