Diabetes: ડાયાબિટીસ હોય તેમને ઘઉંનો લોટ ખાવાની મનાઈ કરવામાં આવે છે. કારણ કે તેમાં કાર્બ્સ વધારે હોય છે. પરંતુ સમસ્યા એ હોય છે કે ડાયાબિટીસ હોય તેને પણ જમવામાં રોટલી તો ખાવી જ હોય છે. અને રોટલી ખાવી જરૂરી છે. આ સ્થિતિમાં ઘઉંના લોટમાં 3 લોટ મિક્સ કરીને ઉપયોગમાં લેશો તો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવું હોય તો ઘઉંનો લોટ એકદમથી છોડી દેવો જરૂરી નથી. તમે માત્ર ઘઉંના લોટથી બનેલી રોટલી ખાવાને બદલે તેમાં અન્ય 3 લોટ ઉમેરી રોટલી બનાવો છો તો તે વધારે લાભ કરે છે અને બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. 


આ પણ વાંચો: Bad Cholesterol: નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને ઓગાળીને દુર કરી દેશે આ 2 વસ્તુઓ


જો ઘરમાં રોજ બનતી રોટલીના લોટમાં આ 3 પ્રકારના લોટ ઉમેરી તેની રોટલી બનાવવામાં આવે છે તો તે વધારે પૌષ્ટિક બની જાય છે. આ રોટલી ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર વધતું નથી. 


ચણાનો લોટ


ચણાના લોટમાં ઠંડક કરનાર ગુણ પણ હોય છે. રોજ ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરી રોટલી બનાવો છો તો શરીરને ઠંડક પણ મળે છે. તેનાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. 


આ પણ વાંચો: Mild Heart Attack: સામાન્ય લાગતી આ 8 સમસ્યા હોય શકે છે માઈલ્ડ હાર્ટ એટેકના લક્ષણો


રાગીનો લોટ


રાગી અને ઘઉંના લોટથી બનેલી રોટલી સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક છે. ઘઉંના લોટમાં 25 ટકા રાગીનો લોટ મિક્સ કરી તેની રોટલી બનાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. રાગીનો લોટ તૈયાર પણ મળે છે અને તમે ઘઉંની જેમ રાગીને દળાવીને તેનો લોટ તૈયાર કરી પણ શકો છો. 


આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીને ખવડાવો આ લોટની રોટલી, બ્લડ સુગર, વજન, બીપી બધુ રહેશે કંટ્રોલમાં


સોયાબીન


સોયાબીનને દળાવી તેનો લોટ તૈયાર કરાવી રાખવો જોઈએ. ઘઉંના લોટમાં કાયમ માટે સોયાબીનનો લોટ મિક્સ કરીને જ રોટલી બનાવવી જોઈએ. તેનાથી શરીરને જરૂરી પ્રોટીન મળી રહે છે અને રોટલી પણ સોફ્ટ બને છે. તમે 2 કિલો ઘઉંની સાથે 500 ગ્રામ સોયાબીન મિક્સ કરીને લોટ તૈયાર કરી શકો છો.


આ પણ વાંચો: Red Banana: પીળા કેળા છોડો લાલ કેળા ખાવા લાગો, ફર્ટીલિટી વધારવા સહિતના આ 4 ફાયદા થશે


જો તમે ડાયાબિટીસના દર્દીને ઘઉંનો લોટ અને ઉપર જણાવેલા લોટની મિક્સ રોટલી ડાયટમાં આપો છો તો તેનાથી બ્લડ સુગલ લેવલ કંટ્રોલમાં રહે છે. આ મલ્ટીગ્રેન રોટલી સ્નાયૂ અને હાડકાને મજબૂત બનાવે છે. તેનાથી પાચન તંત્રને પણ લાભ થાય છે. 



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)