નવી દિલ્હીઃ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. કરોડોની સંખ્યામાં લોકો આ બીમારીનો શિકાર બની રહ્યાં છે. ડાયાબિટીસથી પરેશાન લોકોનું બ્લડ સુગર લેવલ વધી જાય છે. જેને આજીવન કંટ્રોલ કરવાની જરૂર રહે છે. ડાયાબિટીસ ગમે તે ઉંમરમાં થઈ શકે છે. જે લોકોમાં મેદસ્વિતા રહે છે. ડાયાબિટીસના દર્દીઓમાં કીન્ટોસનું લેવલ હાઈ થઈ જાય તો તે ચિંતાની વાત છે. શરીરમાં કીટોનનું લેવલ ત્યારે હાઈ થઈ જાય છે જ્યારે ઇંસુલિન ધીમે-ધીમે ઘટવા લાગે છે. જેના કારણે ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીમાં કીટોન્યૂરિયાની સમસ્યા વધી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે આપણું શરી ઉર્જા માટે કાર્બોહાઈડ્રેટની જગ્યાએ ફેટ અને પ્રોટીનનો ઉપયોગ કરે છે તો આવી સ્થિતિમાં શરીરમાં એક કેમિકલ બને છે. જેને કીટોન કહેવામાં આવે છે. આ કીટોન ટોયલેટ દ્વારા શરીરમાંથી બહાર નિકળી જાય છે, પરંતુ ઘણીવાર યુરિનમાં તેની માત્રા વધી જાય છે. તેનાથી ગંભીર સ્થિતિ કીટોન્યૂરિયા પેદા થાય છે. જેનાથી ડાયાબિટીસ કીટોએસિડોસિસ પણ થઈ શકે છે.


આ પણ વાંચોઃ લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ


શું છે કીટોન્યૂરિયા?
જ્યારે ટોયલેટમાં કીટોનની માત્રા વધુ બનવા લાગે છે તો આ સ્થિતિને કીટોન્યૂરિયા કહેવામાં આવે છે. કીટોન્સ લિવરમાં બને છે. તે ત્રણ પ્રકારનું હોય છે એસીટોએસિટેટ, હાઇડ્રોક્સીબ્યૂટાઇરેટ અને એસીટોન. યુરિનમાં કીન્ટોસની માત્રા વધવા લાગે છે જે શરીરમાં એનર્જી માટે શરીરના બેકઅપ એટલે કે ફેટ અને પ્રોટીન સેલ્સ તોડવા લાગે છે. ડાયાબિટીસ દર્દીઓએ આ સમસ્યા ખતમ કરવાની જરૂર છે. જેના કારણે શરીરમાં ફેટ અને પ્રોટીનની કમી થવા લાગે છે. તેમાં ઇંસુલિન ઓછું થઈ જાય છે. તેવામાં ઇંસુલિનની કમીથી ટાઈપ-1 ડાયાબિટીસના દર્દીને કીટોન્યૂરિયા થવાનો ખતરો રહે છે.


કીન્ટોસનું લેવલ ક્યારે વધે છે?
વધુ લાંબા સમય ભૂખ્યા રહેવાથી, ઓછું ખાવાથી, શરીરમાં ફેટ, કાર્બોહાઇડ્રેટ, સ્ટાર્ચ અને ગ્લૂકોઝની માત્રા ઓછી થવાથી ઘણીવાર પ્રેગનેન્સીમાં પણ કે પછી ફાસ્ટિંગને કારણે યુરિનમાં કીટોન વધવા લાગે છે. ડાયાબિટીસ કંટ્રોલ નથી તો કીટોન્યૂરિયાનું કારણ હોઈ શકે છે. ટાઇપ 1 ડાયાબિટીસમાં શરીર ખુબ ઓછી માત્રામાં ઇંસુલિન બનાવે છે. જેનાથી શરીર ખુદ પ્રોટીન્સને તોડી કીટોન્સ બનાવવા લાગે છે. 


આ પણ વાંચોઃ નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ જીવલેણ બને તે પહેલા આ 2 વસ્તુ ખાવાની કરી દો શરૂઆત


કીટોન્યૂરિયાના લક્ષણ
તેમાં તરસ લાગવી, ઉબકા, ડિહાઇડ્રેશન, વારંવાર પેશાબ લાગવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, આંખના પાપણનો ફેલાવો જેવા લક્ષણ જોવા મળી શકે છે.


કીટોન્યૂરિયાથી કઈ રીતે બચશો
શરીરમાં બ્લડ ગ્લૂકોઝ લેવલને કંટ્રોલમાં રાખો. ઇંસુલિન લેતા લોકો યોગ્ય સમયે ઇંસુલિન લે. વધુ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બચવું જોઈએ. પોતાના બ્લડ સુગર લેવલને હંમેશા કંટ્રોલમાં રાખો.


ડિસ્ક્લેમરઃ સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. આ કોઈ ચિકિત્સિય સલાહ નથી. જો તમારે કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો.