ડાયાબિટીસની બીમારી ભારતના લોકોમાં ઝડપથી ફેલાઈ રહી છે.  તેણે માત્ર ડોક્ટરો જ નહીં પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી સ્વાસ્થ્ય સંસંથાઓને પણ ચિંતામાં નાખી દીધા છે. WHO ના જણાવ્યાં મુજબ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને હાલ દેશમાં 10 કરોડથી પણ વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા હજુ વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ વધી રહ્યા છે ડાયાબિટીસના દર્દીઓ
નાઈટ શિફ્ટ કરવી, મોડી રાત સુધી જાગવું, અને રાતે ભોજન કરવું હવે આ આ આદતો સામાન્ય બની ગઈ છે. મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં આ આદતો વધુ ગંભીર બને છે. સ્માર્ટ ફોન આવ્યા બાદ લોકોમાં ઊંઘ સંબંધિત આદતોમાં પણ ફેરફાર આવ્યો છે. રાતે મોડા સુધી જાગવું અને એ જ રીતે મોડા સુધી સૂતા રહેવાની આદતના કારણે લોકોમાં ડાયાબિટીસનું જોખમ વધી રહ્યું છે. 


થોડા દિવસ પહેલા નેધરલેન્ડ્સમાં કરાયેલા એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે રાતે જાગવાના કારણે ટાઈપ-2 ડાયાબિટીસનું રિસ્ક વધી શકે છે. 5 હજાર લોકો પર કરાયેલા આ સ્ટડીના તારણો ચોંકાવનારા છે. જાણો શું કહે છે આ સ્ટડી....


- એવા લોકો જે મોડી રાત સુધી જાગતા રહે છે કે પછી મોડેથી સૂવે છે તેઓ સવારે પણ મોડા ઉઠે છે. મોડા સુધી જાગવાના કારણે આ લોકોની બાયો ક્લોક બગડે છે. જેનાથી મોટાપા અને ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. 


- જે લોકોને રાતે મોડેથી સૂવાની આદત હોય છે તેમનો બીએમઆઈ પણ હાઈ હોય છે. 


- આવા લોકોમાં બેલી ફેટ કે પેટ બહાર નીકળી જવાનું રિસ્ક વધુ હોય છે. 


- જ્યારે ફેટી લિવરના રોગ અને આંતરડામાં ફેટ જમા થવા જેવી સમસ્યાઓ પણ આ લોકોમાં વધુ જોવા મળે છે.