Diabetes: ફાલસામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો, Blood Sugar રહેશે ડાઉન, મળશે અનેક ફાયદા
Diabetes: બોર જેવા દેખાતા ફાલસા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યા છે. તેમાં વિટામિન, આયરન, સોડિયમ સહિત ઘણા પોષક તત્વો જોવા મળે છે. તે ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. ફાલસાનો ગ્લિસમિક ઈન્ડેક્સ ખુબ ઓછો હોય છે. જેના કારણે બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
Diabetes: દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગર કંટ્રકોલ કરવુ ખુબ જરૂરી હોય છે. તે માટે દર્દીઓ પોતાના ડાયટ પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો અને બ્લડ સુગર કંટ્રોલ કરવા ઈચ્છો છો તો ફાલસાનું સેવન કરી શકો છો. તેમાં ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ખુબ ઓછો હોય છે. આમ પણ કુદરતે આપણને કેટલાક એવા ફળોની ભેટ આપી છે જે ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે.
ફાલસા મધ્ય ભારતમાં ખુબ જોવા મળી છે. તે નાના-નાના બોર આકારના હોય છે. તેનો સ્વાદ ખાટ્ટો-મીઠો હોય છે. તેમાં પોષક તત્વોની વાત કરીએ તો વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં મેગ્નેશીયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને આયરન પણ હોય છે. જેના કારણે તેને ન્યૂટ્રિએન્ટ્સ પાવર હાઉસ કહેવામાં આવશે.
ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે ફાલસા
ફાલસામાં લો-ગ્લાઇસેમિક ઈન્ડેક્સ હોય છે. આ કારણ છે કે તે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ખુબ ફાયદાકારક છે. ફાલસા બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ફળ ગરમીમાં મળે છે. લાલ અને કાળા કલરનું આ ફળ ખુબ સ્વાદિષ્ટ હોય છે. તેમાં પોલીફેનોલ એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Sprouted Chana: ફણગાવેલા ચણા ખાધા પછી ભૂલથી પણ ખાશો નહી આ પાંચ વસ્તુઓ, નહીંતર...
ફાલસાના સેવનથી સાંધાના દુખાવામાં મળે છે રાહત
ફાલસા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેમાં ઘણા એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે. ફાલસાને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ કારણ છે કે તે હાડકાં મજબૂત બનાવે છે. તમારા ડાઇટમાં સામેલ કરવાથી સાંધાના દુખાવામાં રાહતમળે છે.
ફાલસાના સેવનથી ત્વચાને ફાયદો
ફાલસા એંથોસાયનિનનો એક સારો સોર્સ છે, જે એક એન્ટીઓક્સિડેન્ટ છે. તે કોલેજનને બચાવવામાં મદદ કરે છે. કોલેજનમાં એન્ટીફંગલ ગુણ હોય છે. તે સ્કિનને ફ્રેશ અને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે. તેના ફળથી ઘર પર એક સારૂ ફેસ માસ્ક તૈયાર કરી શકાય છે.
આ પણ વાંચોઃ આ પાંચ ફળો કમજોર હાડકાંને બનાવે છે લોખંડ જેવા મજબૂત! આજથી જ કરો ડાયટમાં સામેલ
ફાલસાના સેવનથી હાર્ટ રહેશે સ્વસ્થ
ફાલસામાં મોટી માત્રામાં થ્રેઓનીન અને મેથિઓનાઇન હોય છે, જે એમીનો એસિડ છે. તે હાર્ટને હેલ્ધી બનાવી રાખવા જરૂરી હોય છે. તે બ્લડ સર્કુલેશનમાં સુધાર કરવા, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા અને ટોક્સિન્સને શરીરમાંથી બહાર કાઢી લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube