ડાયાબિટીસના દર્દીઓ સાંજના નાસ્તામાં જરૂર સામેલ કરે આ 4 હેલ્ધી સ્નેક્સ, નહીં વધે સુગર લેવલ
Diabetes Friendly Snacks: નાસ્તો આપણી ડાયટમાં એક મહત્વનો ભાગ છે. અહીં અમે તમને કેટલાક એવા સ્નેક્સ વિશે જણાવી રહ્યાં છીએ જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સાબિત થઈ શકે છે.
Diabetes Diet:જ્યારે બે સમયના ભોજન વચ્ચે ગેપ આવે છે તો હંગર ક્વેરિંગ થવા લાગે છે. તેવામાં લોકો નાસ્તો કરવાનું પસંદ કરે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ ખુબ સાવધાનીથી ખાવાની વસ્તુઓની પસંદગી કરવી જોઈએ બાકી બ્લડ સુગર લેવલ અચાનક વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ એવા નાસ્તાનું સેવન કરવું જોઈએ જેનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ ઓછો હોય એને સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર ન થાય. તેવામાં આવો તમને કેટલાક સ્નેક્સની માહિતી આપીએ.
ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ નાસ્તો
1. કાળા ચણા Black Gram
ડાઇટીશિયન આયુષી યાદવે જણાવ્યું કે કાળા ચણા ડાયાબિટીસના દર્દીઓ માટે એક આદર્શ નાસ્તો છે. કાળા ચણાનું એક સર્વિંગ ફાઇબરથી ભરેલું હોય છે. તમે કાળા ચણા, લીંબુ અને તેમાં વેજીટેબલ નાખી ચાટ તૈયાર કરી શકો છો. શેકેલા કાળા ચણા પણ એક ઉત્તમ વિકલ્પ છે.
2. પોપકોર્ન Popcorn
પોપકોર્ન એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઝડપથી તૈયાર કરી શકાય છે, તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં ઓછી કેલરી સામગ્રી અને ઉચ્ચ ફાઇબર સામગ્રી છે. સિનેમા હોલમાં ક્યારેય પોપકોર્ન ન ખાવાનો પ્રયત્ન કરો કારણ કે તેમાં મીઠું વધારે હોય છે, જે બ્લડ પ્રેશર વધારી શકે છે. તેને ઘરે ઓછા મીઠું નાખીને તેને બનાવી શકો છો.
આ પણ વાંચોઃ શું ખાવા-પીવાની ખોટી આદતો આપે છે બ્લડ કેન્સરને આમંત્રણ? એક્સપર્ટ પાસેથી જાણો હકીકત
3. બદામ Almonds
બદામ વિટામિન ઈ અને અન્ય જરૂરી પોષક તત્વોનો એક સારો સોર્સ છે. ડાયાબિટીસથી હાર્ટની બીમારીનો ખતરો વધી જાય છે. તેથી તમારા ડાયટમાં બદામને સામેલ કરી બ્લડ સુગરને મેન્ટેન કરી શકો છો. સાથે હાર્ટ એટેકના ખતરાને ઓછો કરી શકાય છે. તમે વધુ ફાયદા માટે પલાળેલી બદામ ખાઈ શકો છો.
4. ઈંડા Egg
ઈંડા પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. તે બધા માટે એક યોગ્ય નાસ્તો છે. તેના દ્વારા વજન ઘટાડવામાં મદદ મળે છે, સાથે તમારી ડાયાબિટીસનો મહત્વનો ભાગ હોઈ શકે છે. તમે સવારે કે સાંજે નાસ્તામાં ઈંડાનું સેવન કરી શકો છો. તેનાથી બ્લડ સુગર વધશે નહીં અને શરીરને મજબૂતી મળશે.