Diabetes Medicine: ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવેલી ગ્લૂકાગન-લાઈક પેપ્ટાઈડ-1 (GLP-1) રિસેપ્ટર એગોનિસ્ટ્સ દવાઓ હવે કિડનીને સુરક્ષિત કરવામાં અસરકારક સાબિત થઈ રહી છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ દવાઓ વજન ઘટાડવામાં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરવાની સાથે-સાથે કિડની સંબંધિત બીમારીઓને પણ ઘટાડે છે. આ શોધ ભારતીય મૂળના પ્રોફેસર સુનિલ બડવેના નેતૃત્વમાં કરવામાં આવી છે. આ રિસર્ચ પ્રદ લાન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સનું મુખ્ય કામ બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું છે. આ દવાઓ ઇન્સ્યુલિનનું ઉત્પાદનને વધારે છે અને બ્લડ સુગરનું લેવર ઘટાડે છે. આ સાથે જ આ દવાઓ પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે ભૂખ ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.


કિડની પર કેવી અસર કરે છે આ દવાઓ?
આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે, GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સનો ઉપયોગ કરતા દર્દીઓમાં કિડનીની ફેલ થવાનું જોખમ 16% ઓછું થાય છે. આ ઉપરાંત કિડનીના કામને માપવાવાળા ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ પણ 22% સુધી ધીમી ગતિથી ઘટે છે. એકંદરે આ દવાઓએ કિડની ફેલિયર, કિડનીના કાર્યમાં ઘટાડો અને કિડની રોગથી મૃત્યુ થવાનું જોખમ 19% ઘટાડ્યું છે.


નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ


રિસર્ચમાં કયા GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટસનો સમાવેશ કરાયો હતો?
રિસર્ચમાં સેમાગ્લુટાઈડ (Ozempic, Wegovy), ડુલાગ્લુટાઈડ (Trulicity) અને લીરાગ્લુટાઈડ (Victoza) જેવા સાત અલગ-અલગ GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ 11 મોટા પાયે કરવામાં આવેલ ક્લિનિકલ ટ્રાયલ્સમાં 85,373 લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 67,769 લોકોને ટાઇપ-2 ડાયાબિટીસ હતી, જ્યારે 17,604 લોકો ઓવરવેટ અથવા મોટાપાથી ગ્રસ્ત હતા, પરંતુ તેમને ડાયાબિટીસ ન હતી.


ક્રોનિક કિડની ડિઝીઝ માટે નવી ઉમ્મીદ
સંશોધકોના મતે ક્રોનિક કિડની ડિઝીઝ એ એક પ્રોગ્રેસિવ બીમારી છે, જે ધીમે-ધીમે કિડની ફેલિયર તરફ લઈ જાય છે અને દર્દીને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. આ બીમારીનો સીધો સંબંધ અકાળ મૃત્યુ, ખાસ કરીને હૃદય રોગ સાથે છે. GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સ આ સમસ્યાઓ ઘટાડી શકે છે અને દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે.


આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ


દર્દીઓ અને ડોકટરો માટે શું ખાસ છે?
પ્રોફેસર સુનિલ બડવેએ જણાવ્યું કે, GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ્સની આ અસર તે દર્દીઓ માટે ઉમ્મીદનું કિરણ છે જે ક્રોનિક કિડની ડિઝીઝથી પીડિત છે. આ દવાઓ માત્ર ડાયાબિટીસ અને મોટાપાની સારવાર કરતી નથી પણ કિડનીના કાર્યમાં પણ સુધારો કરે છે.


Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.