Diabetes: ઘી સાથે મિક્સ કરી ખાવ હળદર, નેચરલ રીતે દૂર ભાગશે Blood Sugar
Diabetes: દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ દર્દીઓની સામે સૌથી મોટી સમસ્યા ખાવા-પીવાની રહે છે. આ વચ્ચે ડોક્ટરોનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓ ગાયના ઘીમાં હળદર મિક્સ કરી તેનું સેવન કરી શકે છે. તેનાથી નેચરલ રીતે બ્લડ શુગર કંટ્રોલ થશે.
નવી દિલ્હીઃ ડાયાબિટીસ દેશભરમાં ઝડપથી ફેલાતી બીમારીઓમાંથી એક છે. તેમાં દર્દીના શરીરનું બ્લડ શુગર લેવલ નોર્મલથી વધી જાય છે. સવારે ઉઠ્યા બાદ બ્લડ શુગર લેવલ વધયું ડાયાબિટીકના દર્દીઓની એક સામાન્ય સમસ્યા છે. તેવામાં ડાયાબિટીકના દર્દીઓની સામે ખાવા-પીવાની સમસ્યા રહે છે. તેને ખબર પડતી નથી કે સવારેમાં શું ખાવામાં આવે. અમે તમને કેટલીક વસ્તુ વિશે જણાવી રહ્યાં છીએ. જેનું ખાલી પેટ સેવન કરી તમે બ્લડ શુગર પર રાહત મેળવી શકો છો. તમે ગાયના ઘીમાં હળદરને મિક્સ કરી તેનું સેવન કરી શકો છો.
આમ તો સવારનો નાસ્તો એવો હોવો જોઈએ, જેમાં દરેક જરૂરી પોષક તત્વો સામેલ હોય. જેને ખાધા બાદ તમે દિવસભર એક્ટિવ ફીલ કરો. ઘણા લોકો ખાલી પેટ અનહેલ્ધી ફૂડનું સેવન કરે છે. જેથી તેના દિવસની શરૂઆત ખરાબ થાય છે.
સવારે ખાલી પેટ ગાયના ઘી અને હળદરનું કરો સેવન
ડાયાબિટીસના દર્દી જો સવારે ઉઠતા બ્લડ શુગર વધવાથી પરેશાન છે તો ઘી તેના માટે રામબાણ સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. તે મીઠુ ખાવાના ક્રેવિંગથી છુટકારો અપાવે છે. આ સાથે બોડીમાં એનર્જી જનરેટ કરે છે. તો હળદર શરીરના ગમે તે અંગમાં આવી રહેલા સોજાને ખતમ કરવાનું કામ કરે છે. આ નેચરલ રીતે બ્લડ શુગર પર કંટ્રોલ કરી શકાશે.
આ પણ વાંચોઃ વરસાદમાં કેમ વધી જાય છે શુગર પેશન્ટ્સની સમસ્યા, આ બાબતોનું ખાસ રાખજો ધ્યાન
ઘી અને હળદરનું આ રીતે કરો સેવન
તેના સેવનની રીત ખુબ સરળ છે. થોડું ગાયનું ઘી લેવાનું છે અને તેમાં થોડી હળદર મિક્સ કરી તેનું સેવન કરવાનું છે. ઘીની માત્રા એક ચમચી કરતા વધુ ન હોવી જોઈએ. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
મેથીનું પાણી
ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ સૌથી પહેલા મેથીના પાણીનું સેવન કરવું જોઈએ. તે માટે તમે એક ચમચી મેથીને આખી રાત પલાળી દો. સવારે મેથીના બી ખાઈલો અને બાકીનું પાણી પી લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube